નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મમાં વિલનના રોલમાં

0
5

ટાઇગર શ્રોફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીની હવે સિકવલ હીરોપંતી ટુ લાંબાસમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક જાણકારી બહાર આવી છે. રિપોર્ટના અનુસાર, ફિલ્મમાં ટાઇગર શ્રોફની ઓપોઝિટ વિલનના પાત્રમાં નવાઝુદ્દીન સિદ્દિકીની એન્ટ્રી થવાની છે. ગયા વરસે જ આ ફિલ્મની ઘોષણા  કરી નાખવામાં આવી છે. આ ફિલ્મનું પ્રથમ શેડયુલનું શૂટિંગ પુરુ થઇ ગયું છે. જોકે ત્યાં સુધી નવાઝુદ્દીન આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે તેનો કોઇ ઉલ્લેખ નહોતો.

હવે ફિલ્મના અપડેટના અનુસાર, ફિલ્મમાં નવાઝુદ્દીન એક ગુંડાના પાત્રમાં જોવા મળવાનો છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે તે ટક્કર લેતો જોવા મળશે. ટાઇગર અને નવાઝુદ્દીન બીજી વખત રૂપેરી પડદે સાથે કામ કરશે. આ પહેલા તેઓ મુન્ના માઇકલમાં સાથે જોવા મળ્યા હતા. હીરોપંતી ટુમાં ટાઇગર સાથે તારા સુતરિયા કામ કરતી જોવા મળવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here