સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ : એક કમાન્ડો શહીદ, 10 જવાન ઘાયલ

0
5

છત્તીસગઢના સુકમામાં શનિવારે મોડી સાંજે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં સીઆરપીએફનો કમાન્ડો શહીદ થયા છે. જ્યારે 10 જવાન ઘાયલ થયા છે. પોલીસે રવિવારે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે.

કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે રાત્રે 10 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જવાનો સુકમાના જંગલોમાંથી સર્ચ ઓપરેશન ચલાવીને પરત ફરી રહ્યા હતા. તે જ સમયે વિસ્ફોટ થયો હતો. બસ્તર રેન્જ આઈજીએ જણાવ્યું કે બે આઈઈડી બ્લાસ્ટ થયા હતા. જેમાં 10 જવાનો ઘાયલ થયા છે.

જણાવી દઈએ, બ્લાસ્ટ બુર્કાપાલ કેમ્પથી 6 કિલોમીટરના અંતરે થયો. નક્સલીઓની હાજરીની સૂચના મળતા ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. જવાનો મોડી સાંજે જ્યારે તાડમેટલા ગામની નજક જંગલમાં હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો. આ ઘટનામાં 10 જવાનો ઘાયલ થયા હતા.

અત્રે જણાવવાનું કે આ હુમલો ગઈ કાલે મોડી સાંજે થયો હતો. બ્લાસ્ટ બાદ સીઆરપીએફનું ઓપરેશન વિસ્તારમાં ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here