બોલિવૂડ એક્ટ્રેસને નથી મળી ક્લીન ચિટ : NCB ના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ કહ્યું- મીડિયામાં ખોટા સમાચાર ચાલી રહ્યા છે, અમે આ વાતોને નકારીએ છીએ

0
0

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ તે વાતોની નકારી છે જેમાં એજન્સીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર અને દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશને ક્લીન ચિટ આપી હોવાની વાત થઇ રહી છે. મલ્હોત્રાએ કહ્યું, ‘ના આ ખોટા સમાચાર છે અને અમે આ વાતોને નકારીએ છીએ.’

શું છે રિપોર્ટ્સમાં દાવો

એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટે NCBના એક અધિકારી (નામ નથી જણાવ્યું) ના હવાલે લખ્યું છે કે NCBએ દીપિકા અને કરિશ્માના સ્ટેટમેન્ટને આધારે તેમને ક્લીન ચિટ આપી દીધી છે.

શનિવારે દીપિકા અને કરિશ્માએ NCBને જણાવ્યું કે 2017માં તેમની વોટ્સએપ ચેટમાં તેમણે માલ, વીડ, હૈશ અને ડૂબનો ઉપયોગ અલગ અલગ પ્રકારની સિગરેટ માટે કર્યો હતો.

થોડા દિવસ પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે થયેલી ત્રણ વર્ષ પહેલાંની વોટ્સએપ ચેટ મીડિયામાં વાઇરલ થઇ હતી. તેમાં દીપિકાએ કરિશ્માને પૂછ્યું હતું, 'માલ હૈ ક્યા? તેણે એવું પણ કહ્યું હતું કે તેને વીડ નહીં હૈશ જોઈએ છે.
(થોડા દિવસ પહેલાં દીપિકા અને કરિશ્મા વચ્ચે થયેલી ત્રણ વર્ષ પહેલાંની વોટ્સએપ ચેટ મીડિયામાં વાઇરલ થઇ હતી. તેમાં દીપિકાએ કરિશ્માને પૂછ્યું હતું, ‘માલ હૈ ક્યા? તેણે એવું પણ કહ્યું હતું કે તેને વીડ નહીં હૈશ જોઈએ છે.)

 

બંને લો ક્વોલિટીની સિગરેટને માલ, સ્લિમ અને સારી ક્વોલિટીની સિગરેટને હૈશ અને વીડ કહેતી હતી. મોટી સિગરેટને તેમણે ડૂબ કોડવર્ડ આપ્યો હતો.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેને અલગ-અલગ રૂમમાં બેસાડીને એકસરખા સવાલ પૂછવામાં આવ્યા અને બંનેએ કોડવર્ડ્સવાળી વાતનો ઉલ્લેખ કર્યો. તપાસ એજન્સીને તેમના જવાબ સંતોષજનક લાગ્યા હતા.

શ્રદ્ધા-સારાને લઈને આ દાવો
ક્વાન કંપની સાથે જોડાયેલી ટેલેન્ટ મેનેજર જયા સાહા અને શ્રદ્ધા કપૂર વચ્ચેની વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. તેમાં શ્રદ્ધાએ જયાએ CBD ઓઇલની માગ કરી હતી. NCBના એક અધિકારીના હવાલે દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધાએ CBD ઓઇલ માગવાની વાત સ્વીકારી છે. પરંતુ તેના જણાવ્યા મુજબ આ માત્ર એક્સ્ટર્નલ યુઝ માટે લીધું હતું. આ જ રીતે સારા અલી ખાને પણ પૂછપરછમાં ડ્રગ્સ લેવાની વાતને નકારી દીધી છે.

ત્રણેય એક્ટર્સના ડ્રગ પેડલર સાથે સંપર્ક નથી: રિપોર્ટ
રિપોર્ટમાં NCBના અધિકારીઓના હવાલે એવું પણ લખવામાં આવ્યું છે, ‘હાલ અમે ઇલેક્ટ્રોનિક પુરાવા પર ભરોસો કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની જપ્તી નથી થઇ. આ એક્ટ્રેસની કોઈપણ ડ્રગ પેડલર સાથે કોઈ લિંક મળી નથી. તેમના સ્ટેટમેન્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here