બોલિવૂડમાં ડ્રગ્સ : NCB એ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ કેસ કર્યો : ધરપકડ થવાની શક્યતા, એક વર્ષની સજા થઈ શકે.

0
4

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) અધિનિયમ હેઠળ કેસ કર્યો છે. NCBએ કરિશ્માના ઘરે મંગળવાર (27 ઓક્ટોબર)ના રોજ દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું. પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આખો દિવસ NCBના અધિકારીઓએ કરિશ્માની રાહ જોઈ હતી પરંતુ તે હાજર થઈ નહોતી. આથી જ આજે એટલે કે 29 ઓક્ટોબરના રોજ તેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.

NCBએ ગયા મહિને કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકાની સામે બેસાડીને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતાઃ ફાઈલ તસવીર
(NCBએ ગયા મહિને કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકાની સામે બેસાડીને સવાલ-જવાબ કરવામાં આવ્યા હતાઃ ફાઈલ તસવીર)

 

જોકે, કરિશ્માના ઘરમાંથી બહુ જ થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે પરંતુ તેની ધરપકડ થઈ શકે છે. NCBના સૂત્રોના મતે, કરિશ્માના આ ઘરમાંથી CBD ઓઈલની ત્રણ બોટલ પણ જપ્ત કરવામાં આવી છે. જો આરોપ સાબિત થાય તો એક વર્ષની જેલ અથવા 10 હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.

દરોડા દરમિયાન કરિશ્મા ઘરે હાજર નહોતી

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે કરિશ્માના આસપાસના લોકો, ઓફિસના લોકો તથા તમામ ઓળખીતાઓને સમન્સની માહિતી આપવામાં આવી છે. NCBના એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે સિક્રેટ ઈન્ફોર્મેશનને આધારે કરિશ્માના વર્સોવા સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 1.8 ગ્રામ હશીશ મળી આવ્યું હતું.

કરિશ્માના જે ઘરે કાર્યવાહી કરવામાં આવી તે તેનું બીજું ઘર છે. માનવામાં આવે છે કે તે અહીંયા આવતી-જતી રહે છે. જોકે, તેના વકીલે આ વાતનું ખંડન કર્યું હતું કે તે અહીંયા રહે છે. NCBએ આ પહેલા કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકા પાદુકોણની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

દીપિકા-કરિશ્માની ડ્રગ્સ ચેટ સામે આવી હતી

ઉલ્લેખનીય છે કે ગયા મહિને દીપિકા અને કરિશ્મા વચ્ચે ડ્રગ્સ અંગે થયેલી વાતચીત સામે આવી હતી. દીપિકા-કરિશ્મા વચ્ચે આ વાતચીત 28 ઓક્ટોબર 2017નાં રોજ થઈ હતી. કરિશ્મા સાથે થયેલી વાતચીતમાં દીપિકાએ ‘hash’ અને ‘weed’ જેવાં શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hashનો ઉપયોગ હશીશ માટે થાય છે. જોકે, બંને વચ્ચે થયેલી વાતચીતમાં તે સ્પષ્ટ નથી થયું કે ‘hash’ અને ‘weed’નો ઉપયોગ કોના માટે કરવાનો હતો. આ ડ્રગ્સના પ્રમાણનો પણ કોઈ જ ઉલ્લેખ થયો નહતો, પરંતુ આ વ્હોટ્સએપ ચેટ દીપિકાની મુશ્કેલી વધારવા માટે પૂરતી છે.

આ રીતે કરિશ્માથી દીપિકા સુધી પહોંચ્યુ ડ્રગ્સ કનેક્શન

દીપિકાની મેનેજર તરીકે કામ કરતી કરિશ્મા પ્રકાશ ‘ક્વાન’ નામની એક સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કંપની 40થી વધુ બોલિવૂડ સેલિબ્રિટીઝને ટેલેન્ટ મેનેજરની સુવિધા પૂરી પાડે છે. રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહા પણ આ કંપની માટે જ કામ કરે છે. જયા, કરિશ્માની સીનિયર છે. NCB, CBI અને EDની ટીમ જયાની અનેક વખત પૂછપરછ કરી ચૂકી છે. તપાસ દરમિયાન NCBને જયા અને કરિશ્મા વચ્ચે થયેલી ચેટની જાણ થઈ હતી.ત્યારબાદ સમગ્ર મામલો દીપિકા સુધી પહોંચ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here