સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ : NCB સતત બીજા દિવસે ‘સાવધાન ઇન્ડિયા’ના ડિરેક્ટરની પૂછપરછ કરશે, રિયાના ભાઈની કસ્ટડી આજે પૂરી થશે

0
8

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ નોર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ‘સાવધાન ઇન્ડિયા’ના ડિરેક્ટર સોહેલ કોહલીને સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવ્યો છે. સોહેલે પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

ડ્રગ્સ કેસમાં બે દિવસ પહેલાં જ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલાના 30 વર્ષીય ભાઈ અગિસિલાઓસની NCBએ ધરપકડ કરાઈ હતી. NCBએ ડ્રગ્સ કેસમાં રિયા તથા તેના ભાઈ શોવિક સહિત અત્યારસુધી 23 લોકોની ધરપકડ કરી હતી. રિયા તથા કેટલાક ડ્રગ્સ પેડલર્સને જામીન મળી ચૂક્યા છે. શોવિકની જ્યુડિશિયલ કસ્ટડી આજે (20 ઓક્ટોબર) પૂરી થઈ રહી છે. શોવિક પોતાના વકીલ સતીશ માનશિંદેના માધ્યમથી ચોથી વાર જામીન અરજી કરી શકે છે. આ પહેલાં સેશન્સ કોર્ટે બે વાર તથા બોમ્બે હાઈ કોર્ટે એકવાર જામીન અરજી નામંજૂર કરી હતી.

દીપેશ સાવંતે NCB પાસેથી 10 લાખનું વળતર માગ્યું

સુશાંતના હાઉસ સ્ટાફ રહેલા દીપેશ સાવંતે NCB પર ગેરકાયદે રીતે અટકાયત કરવા બદલ તથા માનસિક હેરાનગતિ કરવાનો આક્ષેપ મૂકીને બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે. દીપેશે NCB પાસેથી 10 લાખ રૂપિયાનું વળતર માગ્યું છે. આ કેસની સુનાવણી છ નવેમ્બરના રોજ થશે. દીપેશ પર સુશાંત માટે ડ્રગ્સ પેડલર્સ સાથે વાતચીત કરવાનો તથા ડ્રગ્સ ડિલિવરી કરવાનો આક્ષેપ છે.

ઘણાં સેલેબ્સની પૂછપરછ થઈ છે

બોલિવૂડમાં ડ્રગ્સ એંગલની તપાસમાં NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here