જામીન રદ કરવાની માગ : NCB ભારતી-હર્ષને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા ઈચ્છે છે, NDPS કોર્ટમાં અરજી કરી

0
7

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરે છે. કોમેડિયન ભારતી સિંહ તથા તેના પતિ હર્ષ લિમ્બાચિયાના જામીન વિરુદ્ધ સ્પેશિયલ NDPS કોર્ટમાં ધા નાખી છે. NCB એ માત્ર ભારતી તથા હર્ષની જામીન અરજી રદ કરવાની માગણી જ નથી પરંતુ લોઅર કોર્ટના ઓર્ડરને કેન્સલ કરીને બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવાની પરવાનગી માગી છે. કોર્ટે મંગળવાર (પહેલી ડિસેમ્બર)ના રોજ બંનેને નોટિસ પાઠવી છે. આ કેસની સુનાવણી આવતા અઠવાડિયે કરવામાં આવશે.

23 નવેમ્બરે ભારતી-હર્ષને જામીન

ગાંજા લેવાના આક્ષેપમાં ભારતીને 22 નવેમ્બર તથા હર્ષને 23 નવેમ્બરના રોજ NCB એ અરેસ્ટ કર્યાં હતાં. NDPS કોર્ટે બંનેને ચાર ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. જોકે, 24 નવેમ્બરના રોજ લોઅર કોર્ટે 15-15 હજાર રૂપિયાના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડ પહેલા NCB એ દરોડા પાડીને ભારતીના ઘરમાં 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. પતિ હર્ષે ગાંજો લેવાની વાત કબૂલ કરી હતી.

કોર્ટે પોલીસ કસ્ટડી આપવાની ના પાડી હતી

23 નવેમ્બરના રોજ NCB એ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી તથા હર્ષના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ભારતી તથા હર્ષના ઘર-ઓફિસમાંથી બહુ ઓછી માત્રામાં ગાંજો મળ્યો હતો. આ માત્ર વપરાશનો કેસ છે, આથી પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ બંનેની જે કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે. આથી રિમાન્ડની જરૂર નથી.

હર્ષ વિરુદ્ધ ડ્રગ્સ ફાઈનાન્સ-ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવવામાં આવી

હર્ષ પર નાર્કોટિક્સ એક્ટ 1986ની કલમ 27A લગાવી છે. એટલે કે ડ્રગ્સના ફાઈનાન્સ તથા ટ્રાન્સપોર્ટેશનની કલમ લગાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here