રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી સહિતની ચેકિંગ કરવા માટે આવેલા NCP નેતા રેશમા પટેલની પોલીસે કરી અટકાયત.

0
12

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયરસેફ્ટી સહિતની ચેકિંગ કરવા માટે આવેલા એનસીપી નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી હતી. રેશમા પટેલે હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી જીપમાં બેસાડી દીધા હતા.

જણાવી દઇએ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા માટે આજે NCP નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરો પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસે રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું કે અમારી રજુઆત સાંભળવી પડે આવી દાદાગીરી ન ચાલે. ત્યારે પોલીસે રેશ્મા પટેલના વાળ પકડી ધક્કો મારી ગાડીમાં બેસાડ્યા હતા.

રેશ્મા પટેલે સિવિલ હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવાની જીદ પકડી હતી. જેથી પોલીસે રેશ્મા પટેલને પકડી અને જીપમાં ધક્કો મારીને બેસાડી દીધી હતી. રેશ્મા પટેલે કહ્યું કે અમે રજુઆત કરવા માટે આવ્યાં છીએ. અમારી રજુઆત સાંભળવી પડે. આવી ગુંડાગીરી કે દાદાગીરી ચલાવી લેવામાં ન આવે.

જણાવી દઇએ, આ પહેલા પહેલા રેશ્મા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. ત્યારે રેશ્મા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે. રેશ્મા પટેલની અટકાયત કરતાં તેણે હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ તાનાશાહી ચાલી રહી છે, જે અમે નહીં ચલાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here