Wednesday, September 28, 2022
HomeNDAમાંથી 16 પાર્ટીની અલવિદા બાદ મોદીને હવે ભાન થયું, હવે કરગરી રહ્યા...
Array

NDAમાંથી 16 પાર્ટીની અલવિદા બાદ મોદીને હવે ભાન થયું, હવે કરગરી રહ્યા છે

- Advertisement -

 • CN24NEWS-11/01/2019
 • લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એનડીએમાં જોડાયેલા સાથી પક્ષોની સંખ્યા ઘટવા માંડી છે. 2014ની લોકસભા ચૂંટણી બાદ એનડીએ સરકારમાં આવી ત્યારે ભાજપને 282 અને એનડીએમાં સામેલ 22 સાથી પાર્ટીઓને 54 બેઠકો મળી હતી. જોકે સાડા ચાર વર્ષના શાસન બાદ 16 પાર્ટીઓ એનડીએનો સાથ છોડી ચુકી છે. સૌથી લેટેસ્ટ ઉદાહરણ આસામ ગણ પરિષદનુ છે. જેણે નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભાજપ સાથે છેડો ફાડ્યો છે. મોદીએ ગઈકાલે જ દક્ષિણ ભારતની સ્થાનિક પાર્ટીઓને વાજપેયીની એનડીએ હોવાના નાતે ફરી ગઠબંધન કરવાનો વાયદો યાદ અપાવ્યો હતો. હવે ભાન થયું છે કે સરકારમાં રહીને ઘણી ભૂલો કરી દીધી છે.
 • આ સીવાય નીચેના પક્ષો પણ એનડીએને અલવિદા કહી ચુક્યા છે

  • જીતનરામ માંજીની હિન્દુસ્તાની અવામ મોર્ટા
  • નાગાલેન્ડની નાગા પિપલ્સ ફ્રંટ
  • ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી
  • પશ્ચિમ બંગાળની ગોરખા જનમુક્તિ મોરચા પાર્ટી
  • ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપી
  • કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પીડીપી
  • બિહારની વિકાસશીલ ઈન્સાન પાર્ટી
  • હરિયાણાની હરિયાણા જનહિત કોંગ્રેસ
  • તામિલનાડુમાંથી એમડીએમકે, ડીએમડીકે અને પીએમકે
  • આંધપ્રદેશમાંથી તેલુગુ સ્ટાર પવન કલ્યાણની જન સેના પાર્ટી
  • કેરાલાની રિલોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટી
  • આદિવાસી આગેવાનની જનાધિપત્ય રાષ્ટ્રિય સભા
  • મહારાષ્ટ્રની સ્વાભિમાની પાર્ટી

  પાસવાન અને શિવસેના સાથે હોવા છતાં લડાયક મૂડમાં

  આમ તો પાસવાન પણ એનડીએ છોડવાના મૂડમાં હતા પણ બેઠકોની વહેંચણીના મુદ્દે તેમને ભાજપે જેમ તેમ કરીને મનાવી લીધા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સહયોગી પક્ષ ભલે હોય પણ ભાજપની ટીકા કરવાની એક પણ તક જતી કરી રહી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular