- Advertisement -
અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદમાં માલપુર અને મેઘરજ તાલુકામાં અનાધાર વર્ષાથી ૪ ઇંચ વરસાદ
બે દિવસમાં ખાબકતા જનજીવન પ્રભાવિત બન્યું છે જીલ્લામાં ચાલતા વિકાસના કામોની પણ પોલ પ્રથમ વરસાદમાં ખુલી પડી ગઈ હતી અનેક જગ્યાએ રસ્તા,રોડ અને ડાયવર્જન ધોવાતાં લોકો સંપર્ક વિહોણા બન્યા હતા જવાબદાર કોન્ટ્રાક્ટર અને તંત્રએ ધોવાયેલ ડાયવર્જન તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.
માલપુર-મેઘરજ તાલુકામાં મેઘરાજાની પધરામણી અને ઉપરવાસમાં પડેલા વરસાદથી અરવલ્લી જીલ્લાના કેટલાક વિસ્તારોની જીવાદોરી સમાન વાત્રક નદી બે કાંઠે થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ધીમીધારે સતત બે દિવસથી વરસતા વરસાદથી બોર,કુવા રિચાર્જ થતા પાણીના તળ ઊંચે આવ્યા છે હાલ પૂરતી પાણીની સમસ્યા હલ થતા પ્રજાજનોમાં આનંદ છવાયો હતો.
માલપુર-કાલીયાકુવા રોડ પર જીતપુર ગામ નજીક આવેલા ગોરીયા ગામ નજીક પુલનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે ડાયવર્જન બનાવવામાં આવ્યું છે પ્રથમ વરસાદમાં ડાયવર્જન ધોવાઈ જતા ૩૫ થી વધુ ગામોનો સંપર્ક તૂટતાં પ્રજાજનો ભારે હાલાકી અનુભવી રહ્યા છે કાલીયાકુવા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે માલપુર આવતા હોવાથી ડાયવર્જન ધોવાતાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો ગોરિયા ગામ નજીક પુલ નિર્માણનું કામ પણ ગોકળગાય ની ગતિએ ચાલતા પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી