Friday, September 13, 2024
Homeઅરવલ્લી : ભિલોડા મોહનપુર ચોકડી નજીક રીક્ષા-બોલેરો પીક-અપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત
Array

અરવલ્લી : ભિલોડા મોહનપુર ચોકડી નજીક રીક્ષા-બોલેરો પીક-અપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત

- Advertisement -
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિક પોલીસતંત્ર અને સ્થાનિક પોલીસતંત્રની બેધારી નીતિ થી વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી માર્ગો પર બેફામ વાહનો હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે ભિલોડાના મોહનપુર ચોકડી નજીક પીક-અપ ડાલાએ સીએનજી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષાના ઉભા બે ફડાકા થઈ ગયા હતા રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે ત્રણે મૃતદેહને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મૃતકોના પરિવારજનો દવાખાને દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.
       ભિલોડા મોહનપુર ચોકડી નજીક રીક્ષા-પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૩ લોકો કાળનો કોળિયો બની જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મોહનપુર ચોકડી નજીક રિક્ષાને પીક અપ ડાલા વચ્ચે અકસ્માત થતા રિક્ષામાં સવાર ૧) નરેન્દ્ર ભાઈ વેચાત ભાઈ બાગા ,૨)જગદીશભાઈ રમેશભાઈ કટારા (બંને,રહે. મેરુ ભિલોડા) અને ૩) રોહિતભાઈ સુરપાલભાઈ ડામોર (રહે,નવા ભેટાલી,ભિલોડા) નું ઘટનાસ્થળે મોત નિપજતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસ થતા તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી ત્રણે મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular