સુરત : મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટની અસર, ઉકાઈ ડેમની સપાટી એલર્ટ લેવલ નજીક, આઉટફ્લો વધારાયો

0
0

સુરતઃ ઉકાઇ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફૂટની નજીક હોવાથી ડેમમાંથી પાણીની આવક કરતા જાવકમાં વધારો કરાયો છે. એમ.પી-મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરતાં મોડીરાતથી ઉકાઇ ડેમમાંથી ડિસ્ચાર્જ વધારી 1.08 લાખ ક્યુસેક કરાયું છે.

1.08 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ

ઉકાઈ ડેમની સપાટી 340 ફુટના એલર્ટ લેવલ નજીક પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 339.30 ફુટ છે. જ્યારે ઈનફ્લો 76391 ક્યુસેક પાણી છે. અને આઉટફ્લો 108076 ક્યુસેક પાણી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફુટ નજીક હોવાથી ઈનફ્લો કરતા આઉટફ્લો વધારી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્ર-એમપીમાં ભારે વરસાદ થવાની સંભાવના

ઉકાઇ ડેમની સપાટી 339.30 ફુટ જ્યારે હથનુર ડેમની સપાટી 211 મીટરે પહોંચી છે. હથનુરમાંથી 78,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આગામી બે દિવસ સુધી ઉકાઇના કેચમેન્ટ સાથે મહારાષ્ટ્ર-એમપીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જેથી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાથી તંત્ર તકેદારીના ભાગરૂપે રાતે 9 વાગેથી ઉકાઇ ડેમના 9 દરવાજા 4.6 ફૂટ અને 1 ગેટ 5 ફૂટ ખોલીને 1.08 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here