ગોંડલ : વીરપુર પાસે રસ્તા પરથી ધો.10ની ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી

0
20

રસ્તા પર ફાટેલી અને રઝળતી હાલતમાં ઉત્તરવહી મળી

ગોંડલ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ભાષાની ઢગલાબંધ ઉત્તરવહી મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી હાલતમાં ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નેશનલ હાઇવે પરથી ઉત્તરવહી મળી

અનેક ઉત્તરવહીઓ ફાટી ગયેલી હાલતમાં જોવા મળી

get Northbound of Gujarati language of standard 10 and 12 near virpur

આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here