ડેંગ્યૂથી બચવા માટે ઘરમાં જરૂરથી લગાવો આ સુગંધિત છોડ, જરૂર થશે ફાયદો

0
7

હવામાનમાં ભેજ અને તાપમાન વધવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જ્યાં પણ પાણી જમા થાય ત્યાં મચ્છરો પેદા થવા લાગે છે. મેલેરિયાનાં મચ્છરો ગંદા પાણીમાં પેદા થાય છે જ્યારે ડેંગ્યૂનાં મચ્છરો સ્વચ્છ પાણીમાં પણ પેદા થાય છે. એટલા માટે ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખો. મચ્છરોને કારણે થતી બિમારીઓ જીવલેણ હોય છે. એટલે તેનાંથી બચવા માટે ઘરથી શરૂઆત કરો. ઘરમાં એવાં છોડ અથવા તો સુગંધનો પ્રયોગ કરો જે મચ્છરોનાં દુશ્મન હોય છે. સાથે જ અન્ય ઘણા ઉપાયો છે જેનાથી તમારા ઘરને તમે મચ્છરોથી મુક્ત કરી ડેંગ્યૂ જેવા રોગોથી બચી શકો છો.

ડેંગ્યૂનાં લક્ષણો

ડેંગ્યૂનાં લક્ષણો ઘણા સામાન્ય હોય છે, એટલા માટે જ તેને ઓળખવો શરૂઆતમાં સરળ નથી. તાવ, માંસપેશીઓમાં દુખાવો, શરીરમાં દુખાવો, નબળાઈ, સામાન્ય તાવ હોય છે. પરંતુ જો તાવની દવાથી સ્વસ્થ ન થાવ તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરીને લોહીની તપાસ કરાવો. જેથી પ્લેટલેસને ઘટતા રોકી શકાય.

ફૂલ સ્લીવ્ઝનાં કપડાં પહેરો

સૌથી પહેલાં ફૂલ સ્લીવ્ઝનાં કપડાં પહેરવાનું શરૂ કરો.ખાસ કરીને પગને બિલકુલ ખુલ્લા રાખશો નહી. હાથ અને પગ પર પહેલાં મચ્છરો એટેક કરે છે. તો સાથે જ મોસ્કિટો રિપ્લેસમેંટ પેટ્ચનો ઉપયોગ કરો. મોસ્કિટો રિપ્લેસમેંટ પેટ્ચ એવા પેટ્ચ હોય છે જેમાં તીવ્ર સુગંધ હોય છે જેનાથી મચ્છરો દૂર રહે છે. મચ્છરો તેજ સુગંધ સહન કરી શકતાં નથી. કૂલરમાં જમા થયેલું પાણી રોજ બદલો અને તેમાં તેજ ગંધવાળું ફિનાયલ પણ નાંખો, તો સાથે જ એસીમાંથી ટપકતા પાણીને પણ જમા થવા દેવું નહી અને છોડમાં પણ બહુ પાણી નાંખવું નહી.

ઘરમાં લગાવો આ છોડ

મચ્છરોને દૂર ભગાડવા માટે એવા છોડ લગાવો જે મચ્છરોને ઘરમાં પ્રવેશતા રોકી શકે, તમે ઘરમાં તુલસી, સિટ્રોનેલા, લેમનગ્રાસના છોડ લગાવી શકો છો. આ છોડની સાથે તમે ઈચ્છો તો બોનસાઈના રૂપમાં લીમડાનું ઝાડ પણ લગાવી શકો છો.

ઘરમાં એવાં અરોમા ડિફ્યૂઝરનો પ્રયોગ કરો જે તેજ સુગંધથી ભરેલું હોય. તમે ઘરે પણ અરોમાંથી ભરેલું ડિફ્યુઝર બનાવી શકો છો. તેના માટે તમારે કપૂર અન લવિંગનો ધુમાડો કરી શકો છો. તેના સિવાય અરોમા તેલ જેવા કે લવેન્ડર ઓઈલ અને નિલગીરીના તેલથી પણ મચ્છરોને ભગાડી શકો છો.

બાલ્કનીમાં રાખો કચરો

કચરો મચ્છરોની પસંદગીની જગ્યા છે. એટલા માટે તેને હંમેશા ઢાકીને રાખો, પ્રયાસ કરોને કચરાને દિવસ ભર હટાવતા રહો. સાથે જ તેને ઘરની અંદર ન રાખતાં ઘરની બહાર રાખો. કચરાની આસપાસ ફિનાઈલને નાખી દો. લીમડાનું તેલનો પણ મચ્છરોથી બચવા માટે ઉપયોગ કરો. ચોમાસામાં આવતા તાવ માટે જરાય બેદરકારી રાખશો નહી. ડોક્ટરોને બતાવીને જ દવા લો. કારણકે, વધારે માત્રામાં પેરાસિટેમોલ ખાવી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.