લાપરવાહી : ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન

0
0

તાજેતરમાં ત્રાટકેલ તાઉ-તે વાવાઝોડાને પગલે અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ પર ધરાશાયી થયેલા વૃક્ષોને 20 દિવસ બાદ પણ ના હટાવાતા રાહદારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.

અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગો પર તંત્ર દ્વારા રાહદારીઓને છાયડો મળી રહે અને પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી લઈ ભરૂચિ નાકા સુધી તંત્ર દ્વારા ફૂટપાથની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમય જતાં કેટલાક દુકાનદારોએ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો ઊભા કર્યા છે. જે પગલે રાહદારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે.

તંત્ર દ્વારા થોડા સમય પહેલા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ ત્રાટકેલા વાવાઝોડાને પગલે ફૂટપાથની બાજુમાં આવેલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. આ વૃક્ષો હાલમાં પણ જેતે સ્થળે જોવા મળી રહ્યાં છે. ત્યારે નગર પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ વૃક્ષોને હટાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. ધરાશાયી થયેલા વૃક્ષોના પરિણામે ફૂટપાથ પર આવનજાવનમાં પણ રાહદારીઓને હાલાકી પડી રહી છે. તો પાર્કિંગ માટે પણ સમસ્યા સર્જાઈ રહી છે. આ અંગે સ્થાનિક દુકાનદારોએ પણ પાલિકા તંત્રમાં રજુઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here