તંત્રની બેદરકારી : બેટદ્વારકા દરિયાના પેટાળમાં બનતો પિલર તળિયે અડી જતાં બોટ ડૂબી

0
20

દ્વારકા:ઓખાથી બેટદ્વારકા સુધી સિગ્નેચર બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે.દરિયાના પેટાળમાં બ્રિજના પિલોર બાંધવાનું હાલ કામ ચાલી રહ્યું છે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમુદ્રમાં જ્યાં પિલોર બની રહ્યા છે, ત્યાં સાવચેતીના બોર્ડ મુકવામાં ન આવતા માછીમારી બોટ અને ફેરીબોટ પર દરિયામાં જવું જોખમી બન્યું છે. ગુરૂવારે બેટદ્વારકાથી પરત ફરતી ફેરીબોટના તળિયે પીલોર અડી જતા બોટમાં ભારે નુકશાન પહોંચ્યું હતું અને બોટમાં પાણી ભરાતા ડૂબી ગઇ હતી. તાત્કાલિક બાજુમાંથી પસાર થતી બોટે બોટમાં સવાર ટંડેલ અને અન્ય સાથીઓને બચાવી લીધા હતાં. સદનશીબે બોટમાં યાત્રીકો સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ઓખાથી બેટદ્વારકા પહોંચવા માટે 150 જેટલી ફેરીબોટ ચાલી રહી છે
ઓખાથી બેટદ્વારકા સુધી દરિયામાં સિગ્નેચર બ્રિજનું કામ ચાલી રહ્યું છે.સમુદ્રના પેટાળમાં લોખંડ તથા કોંક્રીટથી બીમ બનાવાઇ રહ્યા છે. જ્યાં સમુદ્રમાં પિલોર નાંખવામાં આવી રહ્યા છે. ત્યાંથી જ બોટોનું આવાગમન થાય છે. છતા પણ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા સમુદ્રમાં ભયસુચક બોર્ડ લગાવાયા નથી. તંત્રના પાપે બેટદ્વારકાથી આવી રહેલ નાગનાથ નામની ફેરીબોટના તળિયામાં સમુદ્રમાં પાણીની અંદર ગરક પિલોર ધડાકાભેર અથડાતા બોટ ડુબવા લાગી હતી અને ટંડેલ તેમજ અન્ય સવાર સાથીઓ બુમાબુમ કરવા લાગતા બાજુમાંથી જ પસાર થતી બોટે ડુબતા બચાવી લીધી હતી. જો કે,બોટ સમુદ્રમાં ડુબી ગય હતી. સદનશીબે બોટમાં યાત્રીકો ભરેલા ન હતા, જેથી દુર્ઘટના ટળી હતી. આજ રૂટ પરથી માછીમારી બોટો પણ પસાર થતી હોય છે. જેથી કોઇ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા દરિયામાં સાવચેતીરૂપી બોર્ડ મુકવા બોટમાલીકોમાં ખાસ માંગ ઉઠી

સદનસીબે બોટમાં યાત્રિકો સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
સિગ્નેચર બ્રિજનું સમુદ્રમાં જ્યાં કામ ચાલું છે, તે જગ્યાએ કોઇપણ જાતના ઇન્ડીકેટ અથવા તો ભયસુચક કે સાવચેતીરૂપી સિગ્નલ મુકવામાં આવ્યા નથી. પરિણામે માછીમારો કે બોટના ટંડેલને કઇ રીતે ખ્યાલ આવે કે દરિયાના પેટાળમાં ક્યાં કામ ચાલી રહ્યું છે.તંત્રએ મોટી દુર્ઘટના બને તે પહેલા તાકિદે બોર્ડ મુકવાં જોઇએ. સદનશીબે બોટમાં યાત્રિકો સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.
-યુનુશભાઇ થૈમ, ઉપપ્રમુખ, માછીમાર એશોશીયેશન

16 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થશે
હાલ માછીમારીની સિઝન બંધ છે, 16 ઓગસ્ટથી માછીમારી સિઝન શરૂ થવાની છે. ત્યારે આ જ રૂટ પરથી હજારો બોટો પસાર થવાની હોય જેથી કોઇ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here