બેદરકારી : એમ.કોમ.ની પરીક્ષામાં બીજા વિષયનું પેપર આપી દેવાયું

0
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાઓમાં છેલ્લા 12 દિવસમાં ત્રીજા પેપરમાં ભૂલ છતી થઇ છે. એમ.કોમ સેમેસ્ટર-2માં મંગળવારે સવા૨ના સેશન દરમિયાન ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ વિષયનું પેપ૨ લેવાનું હતું પરંતુ પેપર સેટરે મૂળ પેપરના બદલે જુદા પેપરનું કવર મોકલી દેતા સુપરવાઈઝર અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. પરીક્ષા ખંડમાં સીલ બંધ કવર ખોલાયું અને વિદ્યાર્થીઓને પેપર અપાયું ત્યારે એક તબક્કે વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે આ ખરેખર કોર્સનો વિષય જ નથી, જુદા જ કોર્સનું પેપર છે.

બાદમાં સુપરવાઈઝરને જાણ કરી અને સુપરવાઈઝરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કરતાં જ તાત્કાલિક બીજું પેપર મોકલવું પડ્યું હતું. જોકે આ પ્રક્રિયા દરમિયાન અંદાજિત 20 મિનિટનો સમય વેડફાતા વિદ્યાર્થીઓને 20 મિનિટ વધુ ફાળવવામાં આવી હતી. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોની હાલ એકસાથે ત્રણ-ત્રણ હોદ્દાની જવાબદારી નિભાવી રહ્યા છે, વર્ક ઓવરલોડ હોવાને કારણે તેઓ પરીક્ષાની તમામ બાબતો ચકાસી ન શકે તે સ્વાભાવિક હોય આવી ભૂલ થઇ રહી છે. પરીક્ષામાં આ ભગો પેપર સેટરની ભૂલને કારણે થયો હોવાનું પરીક્ષા નિયામક દ્વારા જણાવાયું છે અને આવી બેદરકારી બદલ પેપર સેટરનો ખુલાસો પણ પૂછાશે અને નોટિસ પણ ફટકારવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here