Wednesday, September 29, 2021
Homeબેદરકાર તંત્ર : ખરાબ રસ્તાઓ અને ખાડાઓના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો
Array

બેદરકાર તંત્ર : ખરાબ રસ્તાઓ અને ખાડાઓના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો

ગુજરાતમાં વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તે ઉપરાંત આ રસ્તાના રીપેરિંગ અને ખાડા પુરવાની ગ્રાન્ટ નહીં વપરાતા તંત્રની ઉદાસીનતા સામે પણ સવાલો ઉભા થયાં છે. માર્ગ પરિવહન મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નેશનલ હાઈવેની જાળવણી માટે ત્રણ વર્ષના ગાળામાં કુલ 366.81 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જોકે તેમાંથી 270 કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે 96.11 કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી હતી.

માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
બીજી તરફ નેશનલ હાઈવે સહિતના તમામ માર્ગો પર ખાડાઓને કારણે ગુજરાતમાં વર્ષ 2017થી 2019માં કુલ 558 અકસ્માત થયા છે, જે પૈકી 234 લોકોનાં કરૃણ મોત થયાં હતા આ ઉપરાંત 548 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખાડાઓના કારણે સૌથી વધુ અકસ્માત અને મોત વર્ષ 2017માં થયાં હતા, આ અરસામાં કુલ 552 અકસ્માતની ઘટના નોંધાઈ હતી, જેમાં 228 લોકોના મોત થયા છે. તો 545 લોકોને ઈજા પહોંચી હતી.

હાઈવે પર રિસર્ફેસિંગ માટે કોરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ હતી
હાઈવે પર રિસર્ફેસિંગ માટે કોરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ હતી

રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોંપાય છે
જોકે એ પછી ખાડાઓ રિપેર થતાં અકસ્માતોની વણઝાર જાણે એકદમ ઓછી થઈ હોય તેમ વર્ષ 2018માં ખાડાઓના કારણે એક અકસ્માતમાં એકનું મોત થયું હતું. એ પછીના વર્ષ 2019માં પાંચ અકસ્માત થયા હતા, જેમાં પાંચના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ વિભાગ પાસેથી જે અકસ્માતોના કેસમાં માહિતી સામે આવી તેના આધારે કેન્દ્ર સરકારને આ માહિતી મળી હતી. નેશનલ હાઈવે પર રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોપાય છે.

હાઈવે પર પણ વરસાદને કારણે ખાડા પડી ગયા પણ પુરવામાં તંત્ર ઉદાસિન
હાઈવે પર પણ વરસાદને કારણે ખાડા પડી ગયા પણ પુરવામાં તંત્ર ઉદાસિન

વાસદ-તારાપુર-બગોદરા હાઇવે પર ટોલ ટેસ્ક નહીં
વાસદ-તારાપુર-બગોદરા હાઇવે પર ટુ અને ફોર વ્હીલ પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે. આ હાઇવેના રૂબરું નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતાં મધ્ય ગુજરાતના આ હાઇવે પર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેકસ વસૂલાશે. વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા છ માર્ગીય રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું, 48 કિમીના પેકેજનું 95 ટકા કામ પૂરું થયું છે. એકાદ મહિનામાં કામ પૂરું થશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ રસ્તાના લોકાર્પણ માટે પીએમને આમંત્રણ અપાશે.

અર્જુન મોઢવાડિયાએ નવા બનેલા હાઈવેનો વીડિયો ટ્વિટ કર્યો હતો.
અર્જુન મોઢવાડિયાએ નવા બનેલા હાઈવેનો વીડિયો ટ્વિટ કર્યો હતો.

અર્જુન મોઢવાડિયાએ રોડનો વીડિયો ટ્વીટ કર્યો
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાએ એક વિડીયો ટ્વીટ કરી કોર્પોરેશનમાં રોડ-રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહ્યું છે. નવા બનેલા હાઇવેમાં ત્રણ જ મહિનામાં કપચી ઉખડી ગઈ હોવાથી વાહન ચાલકો હેરાનગતિ ભોગવે છે. તેઓએ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે #ભાજપનું_ભ્રષ્ટાચાર_મોડલ, અમદાવાદના જશોદાનગરને રીંગ રોડથી જોડતા 6 લેન હાઈવે, જરા ધ્યાનથી જુવો! આ હાઈવે 3 મહિના પહેલાં જ બન્યો હતો. કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો, ઉખડીને બહાર આવી. તુટેલા રોડ ઉપર ચાલતા લોકોને ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments