હજુ બે મહિના પહેલાં જ લગ્નના તાંતણે બંધાયેલા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હવે પેરેન્ટ્સ બનશે, બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો

0
10

સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કર્યાં હતાં. હવે નેહાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને સૌને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં નેહા અને રોહન સાથે છે, આ ફોટો સાથે નેહાએ લખ્યું છે. આ પોસ્ટ પર રોહને ‘હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ’ આવી કમેન્ટ કરીને સૌનું ધ્યાન પણ ખેંચ્યું છે.

આ પોસ્ટ પર જય ભાનુશાળી, સિંગર હર્ષદીપ કૌર, નેહાના ભાઈ ટોની કક્કર વગેરે જેવા ઘણા સેલેબ્સે કમેન્ટ કરીને કપલને અભિનંદન પણ આપ્યા છે. ટોનીએ લખ્યું કે, ‘હું મામા બની જઈશ.’

હવે આ તેમના કોઈ નવા સોન્ગ માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે હકીકતમાં તેઓ પેરેન્ટ્સ બનવાના છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. અગાઉ લગ્ન વખતે નેહાએ તેના સોન્ગ ‘નેહુ દા વ્યાહ’ને પ્રમોટ કર્યું હતું. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા અને દુબઇમાં હનિમૂન માટે ગયા હતા. વેકેશન બાદ નેહા ફરી ‘ઇન્ડિયન આઇડલ 12’ના શો પર જજ તરીકે પરત ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here