નેહા કક્કરના લગ્નના ફંક્શન શરૂ, સૌ પહેલા મહેંદી સેરેમનીની યોજાઈ, રોહન પ્રીત સાથે દિલ્હીમાં લગ્ન કરશે

0
0

નેહા કક્કરનું ગીત ‘નેગુ દા વ્યાહ’ 21 ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. નેહા ‘રાઈઝિંગ સ્ટાર’ રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કરવાની છે. માનવામાં આવે છે કે આ બંને 24 ઓક્ટોબરે દિલ્હીમાં લગ્ન કરવાના છે. બંનેની રોકા સેરેમની પણ થઈ છે. હાલમાં જ નેહા કક્કરની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. મહેંદી સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી.

 

પરિવાર સાથે દિલ્હી ગઈ

 

 

નેહા 22 ઓક્ટોબરના રોજ પરિવાર સાથે (માતા-પિતા, બહેન સોનુ, ભાઈ ટોની તથા અન્ય નિકટના સંબંધીઓ) મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ હતી. નેહાએ ફ્લાઈટની એક તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરી હતી અને નેહાએ કહ્યું હતું, ‘ચલો નેહુ પ્રીતના વેડિંગમાં.’ રોહન પ્રીતે પણ આ જ તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરીને કહ્યું હતું, ‘વેડિંગ શરૂ થઈ ગયા.’

 

નેહાની ઈન્સ્ટા સ્ટોરીને રોહને રી-પોસ્ટ કરી હતી
(નેહાની ઈન્સ્ટા સ્ટોરીને રોહને રી-પોસ્ટ કરી હતી)

 

નેહા તથા રોહનની રોકા સેરેમની મુંબઈમાં યોજાઈ હતી. રોકા સેરેમનીનો વીડિયો નેહાએ ઈન્સ્ટામાં શૅર કર્યો હતો. નેહા ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી.

https://www.instagram.com/p/CGj5We8jL7C/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here