દહેગામ : નહેરુ ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઈક ચાલક મોત

0
13

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફીક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો અને બીસ્માર રસ્તાઓ તથા આડેધર વાહનોના પાર્કીંગથી દહેગામ શહેરમા દીન પ્રતિદીન નાના મોટા અકસ્માતો વધી જવા પામ્યા છે તે છતા તમાસાને તેડા અપાતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને આના કારણે કેટલાક નીર્દોષ વાહન ચાલકો મોતને ઘાટે ઉતરતા હોય છે.

 

 

તેવો જ તાજેતરમા કીસ્સો ગઈ કાલે સાંજે ૭ વાગે બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈ કાલે સાંજે ગાંધીનગર જિલ્લાના વડોદરા પાટીયા પાસે રહેતો વીશાલ પ્રભાતસિંહ ઠાકોર પોતાનુ બાઈક નંબર જીજે- ૧૮- સી એ- ૮૬૦૬ લઈને દહેગામ શાકભાઈ ખરીદવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક સામેથી આવતી ટ્રક નંબર જીજે- ૧૮- એ એક્ષ- ૯૯૧૭ નો ચાલક માતેલા સાંઢની જેમ ટ્રક લઈને દહેગામ તરફ આવી રહ્યો હતો ત્યારે અચાનક આ બાઈક ચાલકને જોરદાર ટ્રક્કર મારતા વીશાલ લોહી લુહાણ હાલતમા ગંભીર રીતે ઘવાતા તેનુ ઘટના સ્થળે જ મોત થવા પામ્યુ હતુ. અને આ બનાવ વીશાલને સરકારી આરોગ્ય દવાખાને લઈ જતા સ્થાનિક ડોક્ટરે તેને મ્રુત જાહેર કર્યો હતો. આ આ બનાવના પગલે ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી જવા પામ્યો હતો.

  • માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક ચાલકે યમદુત બનીને બાઈક ચાલકને કચડી નાખતા તેનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ
  • ટ્રક ચાલક આ બનાવ બનતા સમયસુચકતા વાપરી ટ્રક મુકીને ભાગી ગયો
  • આ બનાવ બનતા ઘટના સ્થળે સાંજના સમયે આ માર્ગ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા
  • દહેગામ શહેરમા વધી રહેલી ટ્રાફીક સમસ્યાના લીધે દરરોજ નાના મોટા અકસ્માતો થવા પામે છે તેમ છતા તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામા આવતી નથી તેથી કેટલાક નીર્દોષ વાહન ચાલકો મોતને ભેટી પડે છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here