સુરત : પાંડેસરામાં ઘરમાં ઘુસી 10 વર્ષની બાળકી સાથે પાડોશીની બળજબરી : 4 દિવસે છેડતીનો ગુનો નોંધાયો.

0
13

પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં ઘુસીને બળજબરી કરવાના કેસમાં 4 દિવસ પછી આપના કાર્યકરની મદદથી પાંડેસરા પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો છે. ઘટના 26મી તારીખે બપોરે બની ત્યારે બાળકીના પિતાએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકીના માતા-પિતા પાસેથી વિગતો લઈ ફોન નંબર લઈ આવતીકાલે બોલાવીશું એમ કહી મોકલી દીધા હતા. બીજા દિવસે બપોરે આરોપી છુટ્ટી જતા બાળકીના માતા-પિતા આપના કાર્યકરની મદદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને ગયા હતા.બાદમાં છેડતીનો ગુનો દાખલ થયો હતો. જો કે સિવિલ હોસ્પિટલમાં આવેલી માતા અને બાળકીએ કહ્યું કે, તેમની સાથે ગંદુ કામ થયું છે. બાળકની મદદ કરવા આવેલા આપના કાઉન્સિલરે પણ વકીલ રાખવાથી લઈને કાયદાકીય સહયોગ આપવાની ખાતરી આપી છે.

બાળકીના પરિવારની કાયદાકીય મદદ માટે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર આગળ આવ્યાં હતાં.
બાળકીના પરિવારની કાયદાકીય મદદ માટે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર આગળ આવ્યાં હતાં.

બાળકીના રૂમમાં આરોપી ઘુસી ગયો હતો

બીજી માર્ચએ ફરિયાદ લઈ આરોપી સુરજ અરૂણ પાંડે(21)(રહે,ગોકુલધામ આવાસ,વડોદગામ) સામે છેડતીનો ગુનો નોંધ્યો હતો. પછી પોલીસ તેને પકડી લાવી ધરપકડની કાર્યવાહી કરી હતી. 10 વર્ષની બાળકી ઘરે એકલી હતી અને માતા-પિતા મજૂરી પર ગયા હતા. નરાધમે બાળકીને પહેલા મિઠાઈની લાલચ આપી જો કે બાળકીએ મિઠાઈ ખાધી ન હતી પછી બાળકી પોતાના ઘરમાં ગઈ ત્યારે હવસખોર સુરજ પાંડે તેના ઘરમાં જઈ અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. રૂમમાં બાળકી રડતી હોવાનો અવાજ આવતા પડોશી દોડી આવ્યો હતો.

પિતાના નિવેદન આધારે ફરિયાદ નોંધેલી-પોલીસ

પડોશીએ દરવાજો ખોલી આરોપીને બહાર કાઢી બરાબરનો મેથીપાક આપ્યો હતો. પછી બાળકીના પિતાને નોકરી પરથી બોલાવ્યો હતો. આ બાબતે પીઆઈએ જણાવ્યું કે 100 નંબર પર પીસીઆરને પહેલા ઝઘડાનો કોલ મળ્યો હતો. જેથી અમે આરોપી સામે અટકાયતી પગલાં લીધા હતા. પાછળથી બાળકીના પિતાએ છેડતી કરી હોવાની વાત કરી હતી. જેથી અમે છેડતીની ફરિયાદ લઈ આરોપીને પકડી ધરપકડની કાર્યવાહી કરી છે.

બાળકીએ કહ્યું હતું કે, રૂમમાં ઘુસી આવીને મારા કપડાં ઉતારી નાખ્યાં હતાં.
બાળકીએ કહ્યું હતું કે, રૂમમાં ઘુસી આવીને મારા કપડાં ઉતારી નાખ્યાં હતાં.

 

મારા કપડા ઉતારી નાખેલા-બાળકી

10 વર્ષની પીડિત બાળકીએ સિવિલ હોસ્પિટલમાં કહ્યું કે, વો મુજે છત પર લે ગયા, ટાંકી પર ચઢા દિયા, ઉસકે બાદ પૂછા તેરા ઘર કહા હૈ, તું ચલ મેં ચોકલેટ લે કે આતા હું , મેં દોડ કર ઘર મેં ચલી ગઈ ઓર દરવાજા અંદર સે બંધ કર દિયા, ઉસ કે બાદ કોઈ દરવાજા ખટખટા રહા થા.. મેં સમજી ભાઈ આ ગયા, દરવાજા ખોલા તો વો અંકલ ઘર મેં ઘૂસ ગયે, બાદ મેં જબરજસ્તી કરને લગે, તેલ કા ડિબ્બા ભી ગીરા દિયા, ઉસકે બાદ ઉસને મેરે ઔર ઉસકે કપડે ઉતાર દીયે, મેં ચિલ્લાઈ તો મેરે મુંહ મેં કપડે કા ડૂચા માર દિયા.. બાદ મેં ગંદા કામ કિયા.. ઉસ દૌરાન કિસી ને દરવાજા ખટખટાયા ઔર ડર કે મારે અંકલને દરવાજા ખોલકર ભાગને કી કોશિશ કી, ઓર એક મહિલા કો ધક્કા મારા તો ઉનકા ભી સીર તૂટ ગયા..

અમારે ન્યાય જોઈએ છે-બાળકીની માતા

પીડિત બાળકીની માતાએ કહ્યું હતું કે, સવારે નોકરી પર ગઈ અને 11 વાગ્યે ફઓન આવ્યો કે તમારી દીકરીની તબિયત સારી નથી. એટલે હું ઝડપથી ઘરે આવી તો પાડોશીઓએ સમગ્ર હકીકત કહી હતી. પાડોશી યુવકે 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. પછી પોલીસ સ્ટેશન ગયા હતાં. પરંતુ અમારી ફરિયાદ નહોતી લેવામાં આવી..પછી આપની મદદ મળી અને પોલીસે ફરિયાદ નોંધી છે. અમારે બસ ન્યાય જોઈએ છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું કે, જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવીશું.
આમ આદમી પાર્ટીએ કહ્યું કે, જરૂર પડશે તો કોર્ટના દ્વાર પણ ખખડાવીશું.

 

અમે કાયદાકીય મદદ કરીશું-આપ

ધર્મેશ ભંડારી (વોર્ડ નંબર 17 આપ ના કોર્પોરેટર) એ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં એક 12 વર્ષની બાળકી સાથે થયેલા બળજબરીના કેસમાં આરોપીને છોડી દેવાની ઘટનાને વખોડીએ છીએ, પોલીસે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા ને બદલે 151ની કલમમાં આરોપીની ધરપકડ કરી બીજા દિવસે છોડી દીધો છે. વડા પ્રધાન મોદીજી કહે છે કે, દેશની એકે એક દીકરીઓ સુરક્ષિત છે અને સુરક્ષિત હાથોમાં છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં બાળકીઓ પર વધતા દુષ્કર્મના કેસો ચિંતાજનક કહી શકાય છે. બાળકીને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. આખી લીગલ સેલની ટીમ આ બાળકી અને તેના પરિવાર સાથે છે. જ્યાં સુધી બાળકી ને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું, ન્યાય ન મળે તો કોર્ટના દ્વાર પણ ખખડાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here