સીમા વિવાદ : નેપાળે નવા રાજકીય નકશાને મજૂરી આપી, ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો

0
8

કાઠમાંડૂ. નેપાળે તેના નવા રાજકીય નકશાને મજૂરી આપી છે. તેમાં તિબેટ, ચીન અને નેપાળની સીમા પર સ્થિત ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે. નવા નકશામાં નેપાળની ઉતર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સીમાઓને દર્શાવવામાં આવી છે. આ સીમાઓ સાથે જોડાયેલા વિસ્તારોની રાજકીય અને વહીવટીય વ્યવસ્થાઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે.

નેપાળના નાણા મંત્રી યુબરાજ ખાટીવાડાએ નવો નકશો બહાર પાડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અપડેટેડ નકશાને મંત્રી પરિષદની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને મજૂરી આપવામાં આવી છે. આ નકશાનો તમામ સરકારી દસ્તાવેજો પર ઉપયોગ કરવામાં આવશે. દેશના પ્રતીક ચિન્હો પર હવેથી આ જ નકશો હશે. ચોપડીઓમાં આ જ નકશો ભણાવવામાં આવશે અને આમ લોકો પણ તેનો જ ઉપયોગ કરશે.

લિપુલેખ માર્ગના ઉદઘાટન બાદ નેપાળે વાધો વ્યક્ત કર્યો હતો

ભારતે 8 મેના રોજ લિપુલેખ-ધારાચૂલા માર્ગનું  ઉદઘાટન કર્યું હતું. નેપાળે તેને એક તરફી નિર્ણય કહીને વાધો વ્યક્ત કર્યો હતો. તેનો દાવો છે કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલો સંપૂર્ણ વિસ્તા નેપાળની સીમામાં આવે છે. જવાબમા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે લિપુલેખ અમારા સીમા ક્ષેત્રમાં આવે છે અને લિપુલેખ માર્ગથી પહેલા પણ માનસરોવર યાત્રા થતી રહી છે. અમે હવે આ જ રસ્તા પર નિર્માણ કરીને તીર્થ યાત્રીઓ, સ્થાનિક લોકો અને કારોબારીઓ માટે આવવા-જવવાની વ્યવસ્થા સરળ બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here