Saturday, August 20, 2022
Homeનેપાળ : PM ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, 30...
Array

નેપાળ : PM ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી, 30 એપ્રિલથી 10 મે વચ્ચે ચૂંટણી યોજાશે

- Advertisement -

ચીનની નજીક જઈ રહેલા નેપાળમાં રાજકીય સંકટ સર્જાયું છે. અહીં નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર ખતરામાં મૂકાઈ ગઈ છે. સંસદ ભંગ કરવાની વડાપ્રધાન કે.પી શર્મા ઓલીની ​ભલામણને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ મંજૂરી આપી દીધી છે.

પાર્ટીના મોટાભાગના નેતા ઓલીની વિરુદ્ધ થઈ ચૂક્યા છે. તે ઘણા દિવસથી તેના રાજીનામાની માંગ કરી રહ્યાં છે. સિનિયર લીડર પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડે પણ બનાવ્યું છે. ગત મહિને જ ઓલીનો વિરોધ કરી રહેલા નેતાઓએ બંધ રૂમમાં બેઠક બોલાવી હતી. તેમાંથી છ નેતાઓએ વડાપ્રધાનનું રાજીનામું માંગ્યું હતું. બેઠક પછી પાર્ટીના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠે કહ્યું હતું- તમામ વાતો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. કેટલીક ચીજો પ્રકાશમાં આવી છે અને તેની પર વાતચીતની જરૂરિયાત છે.

વિરોધીઓની માંગ
દહલની આગેવાનીવાળા વિરોધી ગ્રુપે ઓલીને 19 ફેઝનો પ્રસ્તાવ સોંપ્યો હતો. તેમાં સરકારના કામકાજ અને પાર્ટી વિરોધી નીતીઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ઓલી વડાપ્રધાનની સાથે પાર્ટી અધ્યક્ષ પણ છે. જોકે પાર્ટી પર પકડ ગુમાવી ચૂક્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગયા ન હતા ઓલી
ઓલી થોડા દિવસો પહેલા થયેલી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પહોંચ્યા ન હતા. આ બેઠકમાં તેમની પર લાગેલા આરોપ પર ચર્ચા થવાની હતી. જોકે તેમને પત્ર લખીને આ બેઠકમાં સામેલ થવા અને આરોપો બાબતે સ્પષ્ટતા કરવાથી ઈન્કાર કર્યો. તેમણે લેટરમાં કોરોના મહામારીના કારણે બેઠકમાં હાજર ન રહેવાની વાતનો ઉલ્લેખ કર્યો છે.

પ્રચંડે ઓલી પર લગાવ્યો હતો ભષ્ટ્રાચારનો આરોપ
પ્રચંડે પીએમ ઓલી પર ભષ્ટ્રાચારમાં સામેલ થવાનો અને મન ફાવે તે રીતે સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રચંડે ઓલીની વિરુદ્ધ એક રાજકીય પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કેટલાક હલ નીકળવાની આશા હતી. ઓલી અને પ્રચંડની વચ્ચે પહેલા પણ ઘણા તબક્કાઓમાં વાતચીત થઈ હતી. જોકે એ તમામ નિષ્ફળ રહી હતી.

ચીનની દખલે સ્થિતિ બગાડી
નેપાળના રાજકારણમાં ચીનની દખલગીરી સરકાર માટે મુશ્કેલી સર્જી રહી છે. ઘણા નેતાઓને લાગે છે કે ચીન નેપાળના ઘરેલુ રાજકારણમાં સામેલ થઈ રહ્યું છે. આ પહેલા બે વખત ઓલી સરકાર પર સંકટ આવી ચૂક્યું છે. દરેક વખતે ચીનનું દૂતાવાસ એક્ટિવ રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular