નેતન્યાહૂની ગેમ : ઇઝરાયેલ જાણે છે કે સીઝફાયર જલદીથી થશે

0
5

ઇઝરાયેલ અને હમાસ (ઇઝરાયેલ અને પશ્ચિમી દેશ તેને પેલેસ્ટાઈની આતંકી સંગઠન ગણે છે) વચ્ચે જંગ યથાવત છે. શુક્વારે રાત્રે લગભગ 118 લોકો ઠાર થયા છે. ઇઝરાયેલમાં માત્ર 8 લોકોનાં જ મોત નિપજ્યા છે, જ્યારે કે હમાસના કબજાવાળી ગાઝા પટ્ટી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.

 

જો ગાઝાથી ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ ઇઝરાયેલી એરફોર્સ 600થી વધુ વખત ગાઝા પટ્ટી અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ફેંકી ચુક્યા છે. ઇઝરાયેલનુંં વલણ કેટલું આક્રમક છે, તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેઓએ પોતાની ટેન્ક્સ અને આર્મીને જંગમાં ઉતારી દિધી છે. હમાસ અને પેલેસ્ટાઈન માટે આ ઘણી જ ખતરનાક સ્થિતિ છે. અત્યાર સુધીમાં ઇઝરાયેલી આર્મીએ કોઈ જ કાર્યવાહી નથી કરી, પરંતુ ટૂંક સમયમાં જ આ કામને થાળે પાડશે. અંતે ઇઝરાયેલ આટલી ઉતાવળ અને આક્રમક મૂડમાં કેમ છે?

પેહલા ખાતમો, પછી વાતચીત
આગળ વધતા પહેલાં ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના એક નિવેદન પર ધ્યાન આપવું જરૂરી છે. ગુરુવારે મોડી રાત્રે તેઓએ કહ્યું કે- હમાસે ઘણી જ મોટી ભૂલ કરી દિધી છે. આ ભૂલની તેને ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. આતંકીઓના ખાતમા પછી જ શાંતિ શક્ય છે. આ બાજુ નિવેદન આવ્યું, અને શુક્રવારે ઇઝરાયેલની આર્મી સંપૂર્ણ તૈયારી સાથે ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈનની સરહદ પાસે એકઠી થઈ ગઈ.

ઇઝરાયેલની રણનીતિ શું
આ અંગે કોઈ બે મત નથી કે ઇઝરાયેલ સૈન્ય રૂપથી મહાશક્તિ છે. અમેરિકા અને સમગ્ર વેસ્ટર્ન વર્લ્ડ તેની સાથે છે. અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ટોપ લેવલ પર વાતચીત પણ ચાલી રહી છે. હમાસે વર્ષો પછી ઇઝરાયેલ પર આટલો મોટો હુમલો કર્યો છે, જો કે ઇઝરાયેલ તેને છોડવાના મુડમાં જરા પણ નથી.

‘ન્યૂૂયોર્ક ટાઈમ્સ’ના એક રિપોર્ટ મુજબ, ઇઝરાયેલ ઘણી સારી રીતે જાણે છે કે બંને પક્ષોમાં સીઝફાયર કરાવવા માટે દુનિયાના મોટા દેશ એક્ટિવ થઈ ગયા છે. અને તે દિવસો વધુ દૂર નથી જ્યારે સીઝફાયર થઈ જશે. આ પહેલાં ઇઝરાયેલ હમાસની કમર તોડી દેવા માગે છે, કે જેથી ભવિષ્ટમાં માથું ન ઉંચકી શકે. આજ કારણ છે કે ઇઝરાયેલની આર્મી પણ હુમલા માટે તૈયાર છે.

બોંબ વર્ષા થયા બાદ ધ્વસ્ત થયેલાપોતાના ઘરની બહાર બેઠેલા 2 પેલેસ્ટાઈની બાળકો. બંને તરફના હુમલામાં અત્યાર સુધીમાં 27 બાળકોના મોત થયા છે.

કોણ કરાવશે અમન
રિપોર્ટ મુજબ અમેરિકા અને ઇજિપ્તની સરકાર સીઝફાયર કરાવવા માટે એક્ટિવ થઈ ગયા છે. હાલ તેમના ડિપ્લોમેટ્સ સીઝફાયરની શરતો નક્કી કરવા માટે મીટિંગ્સ કરી રહ્યાં છે. પરંતુ ઇઝરાયેલ આ તકને અવસરમાં પરિવર્તિત કરવા માગે છે. તેઓ સીઝફાયર થાય તે પહેલાં જ હમાસને તબાહ અને નેસ્તનાબૂદ કરવા માગે છે.

પેલેસ્ટાઈન સરકાર અને હમાસ વચ્ચે રણનીતિને લઈને ગંભીર મતભેદ છે. પેલેસ્ટાઈ સરકાર હમાસના દબાણ હેઠળ છે. રાષ્ટ્રપતિ મહમદૂ અબ્બાસ જાણે છે કે હમાસ તેમના માટે પણ પડકાર છે. હમાસ તાકાતના જોર ઇઝરાયેલથી પોતાનો વિસ્તાર પરત લેવા માગે છે. અબ્બાસ મૌન રાખીને બધું જ જોઈ રહ્યાં છે.

આ તસ્વીર સીરિયાની યાદ અપાવેે છે. ઇઝરાયેલી એરસ્ટ્રાઈક પછી હવે ગાઝા પ્ટ્ટીની આ બિલ્ડિંગમાં પિલર જ વધ્યા છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર 600 એરસ્ટ્રાાઈક કરી છે.

બાઈડન પણ ઇઝરાયેલની સાથે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે નેન્યાહૂ સાથે વાતચીત કરી. બાદમાં કહ્યું- ઇઝરાયેલને પોતાની સુરક્ષા કરવાનો પૂરો હક છે. તેની થોડી કલાક બાદ જ બાઈડેને આરબ-ઇઝરાયેલ મામલાના ડેપ્ટુયી સેક્રેટરી હૈડી એમ્રનો ઈજિપ્તની સાથે મળીને સીઝફાયર કરાવવાની કમાન સોંપી દેવાઈ. આ પહેલાં ઇઝરાયેલ માત્ર ગાઝા પટ્ટી જ નહીં પરંતુ પેલેસ્ટાઈનના મોટ વિસ્તારોને ધૂળમાં મેળવી ચુક્યું હશે. પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકો માટે આ મુશ્કેલ સમય છે.

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કહ્યું કે- અમે ઈચ્છીએ કે વાતચીત ખુલ્લા મગજથી થાય. તે માટે અમે આગામી સપ્તાહની રાહ જોવી પડશે. ડિપ્લોમેસી માટે સમય મળવો જોઈએ. આ નિવેદનનો સ્પષ્ટ અર્થ છે કે ઇઝરાયેલ હવે વધુ તેજ અને ખતરનાક રીતે હમાસ વિરૂદ્ધ હુમલાઓ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here