Wednesday, September 28, 2022
HomeOTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, ગુંજન સક્સેના, લુડો...
Array

OTT પ્લેટફોર્મ : નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, ગુંજન સક્સેના, લુડો સહિત 8 ફિલ્મ અને અન્ય ઓરિજિનલ વેબ સિરીઝ સામેલ

- Advertisement -

કોરોના મહામારીમાં દેશમાં થિયેટરો બંધ છે ત્યારે ફિલ્મમેકર્સ ફિલ્મ રિલીઝ કરવા OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મનો સહારો લઇ રહ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝની પ્લસ હોટસ્ટાર બાદ હવે નેટફ્લિક્સે પણ એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી દીધી છે. નેટફ્લિક્સ પર ફિલ્મ્સ સાથે ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ રિલીઝ થવાની છે.

https://www.instagram.com/tv/CCsILhwq2to/?utm_source=ig_embed

1. ગુંજન સક્સેના 

જાહ્નવી કપૂર, પંકજ તિવારી, અંગદ બેદી સ્ટારર ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ બાયોપિક 12 ઓગસ્ટના રોજ સ્ટ્રીમ થશે. શરણ શર્મા ફિલ્મના ડિરેક્ટર છે. કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.

https://www.instagram.com/p/CCsI_mpAHL9/?utm_source=ig_embed

2. તોરબાઝ 

આ ફિલ્મમાં સંજય દત્ત આર્મી ઓફિસરના લીડ રોલમાં છે. ‘સડક 2’ પછી આ ફિલ્મ સંજય દત્તની ઓનલાઈન રિલીઝ થનારી બીજી ફિલ્મ બનશે.

https://www.instagram.com/p/CCsIn6Ln9xf/?utm_source=ig_embed

3. ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે 

પ્રોડ્યુસર એકતા કપૂરની આ કોમેડી સટાયર ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા લીડ રોલમાં છે.

https://www.instagram.com/p/CCsJbORprPv/?utm_source=ig_embed

4. રાત અકેલી હૈ 

આ ફિલ્મની લીડ કાસ્ટમાં નવાઝુદ્દીન સિદ્દિકી અને રાધિકા આપ્ટે છે.

https://www.instagram.com/p/CCsKkP1nBsD/?utm_source=ig_embed

5. લુડો 

ડિરેક્ટર અનુરાગ બાસુની આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, અભિષેક બચ્ચન, પંકજ ત્રિપાઠી સામેલ છે.

https://www.instagram.com/p/CCsLevupOS_/?utm_source=ig_embed

6. ક્લાસ ઓફ 83

પ્રોડ્યુસર શાહરુખ ખાનની આ ફિલ્મમાં બોબી દેઓલ પોલીસના લીડ રોલમાં છે.

https://www.instagram.com/p/CCsKGGnBp_a/?utm_source=ig_embed

7. ગિન્ની વેડ્સ સની 

ડેબ્યુ ડિરેક્ટર પુનિત ખન્નાની આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને યામી ગૌતમ લીડ રોલમાં છે.

https://www.instagram.com/p/CCsKiMBJY13/?utm_source=ig_embed

8. અ સુટેબલ બોય 

ઇન્ટરનેશનલ ફિલ્મ મેકર મીરા નાયરની વિક્રમ શેઠની નવલકથા પર આધારિત આ ‘સુટેબલ બોય’ સિરીઝમાં તબુ, ઈશાન ખટ્ટર અને તાન્યા મણિકતાલા લીડ રોલમાં છે.

https://www.instagram.com/p/CCsIn4PDynm/?utm_source=ig_embed

9. મિસમેચ્ડ

આ વેબ સિરીઝમાં યુટ્યુબર પ્રાજક્તા કોલી લીડ સ્ટારકાસ્ટમાં સામેલ છે.

https://www.instagram.com/p/CCsIR4JhphB/?utm_source=ig_embed

10. AK vs AK 

અનુરાગ કશ્યપ અને અનિલ કપૂરની આ રિવેન્જ થ્રિલર ફિલ્મ છે.

https://www.instagram.com/p/CCsIMXLBVMj/?utm_source=ig_embed

11. સિરિયસ મેન 

આ નેટફ્લિક્સ ઓરિજિનલ સીરિયસ મેન ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી લીડ રોલમાં છે. મનુ જોસેફની આ જ નામની બુક પર આધારિત આ સ્ટોરીને સુધીર મિશ્રાએ ડિરેક્ટ કરી છે.

https://www.instagram.com/p/CCsUpsmhjTt/?utm_source=ig_embed

12. ત્રિભંગા 

કાજોલની ડિજિટલ ડેબ્યુ ફિલ્મ ‘ત્રિભંગા’ને અજય દેવગણે કો-પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી મુંબઈમાં સેટ છે. એક જ પરિવારની ત્રણ મહિલાઓની અલગ-અલગ જનરેશનની સ્ટોરી જે 1980ના દાયકાથી લઈને હાલના મોડર્ન જમાનાની સફર બતાવે છે. ફિલ્મને ‘હમ આપકે હૈ કૌન’થી જાણીતી થયેલી અભિનેત્રી રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે.

https://www.instagram.com/p/CCsJAz3pi1k/?utm_source=ig_embed

13. કાલી ખુહી 

આ પંજાબી ફિલ્મ છે જે નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ છે. આ ફિલ્મ 10 વર્ષની છોકરીની સ્ટોરી કહે છે.

14. બોમ્બે રોઝ 

ડેબ્યુ ડિરેક્ટર ગીતાંજલિ રાવની એનિમેટેડ ફિલ્મ ‘બોમ્બે રોઝ’ જે ફૂલ વેચનારની સ્ટોરી છે.

15. ભાગ બીની ભાગ 

સ્વરા ભાસ્કર અને કોમેડિયન વરુણ ઠાકુર સ્ટારર આ સિરીઝમાં સ્વરા સ્ટેન્ડ અપ કોમિકનો રોલ પ્લે કરી રહી છે.

https://www.instagram.com/p/CCsI4IDpKm0/?utm_source=ig_embed

16. બોમ્બે બેગમ્સ

પાંચ મહિલાઓની સ્ટોરી પર આધારિત આ સિરીઝમાં પૂજા ભટ્ટ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ સિરીઝને અલંકૃતા શ્રીવાસ્તવ અને બોર્નીલા ચેટર્જીએ ડિરેક્ટ કરી છે.

https://www.instagram.com/p/CCsJr-wh1is/?utm_source=ig_embed

17. મસાબા મસાબા 

નીના ગુપ્તાની દીકરી અને ફેશન ડિઝાઈનર મસાબાની લાઈફ પર આધારિત સિરીઝ છે ‘મસાબા મસાબા’.

https://www.instagram.com/p/CCsITckh7f2/?utm_source=ig_embed

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular