Home ગેજેટ સેમસંગ સ્માર્ટ ટીવી સહિત આ ડિવાઇસમાં નહીં દેખાય નેટફ્લિક્સ

સેમસંગ સ્માર્ટ ટીવી સહિત આ ડિવાઇસમાં નહીં દેખાય નેટફ્લિક્સ

0
57

વિશ્વની સૌથી મોટી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ ડિસેમ્બરની શરૂઆતમાં કેટલાક ડિવાઇસ પર સ્ટ્રીમિંગ સર્વિસ બંધ કરવા જઇ રહી છે. આ ડિવાઈઝમાં કેટલાક સ્માર્ટ ટીવી અને મીડિયા પ્લેયર શામેલ છે. માહિતી પ્રમાણે આ ડિવાઇસમાં કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે નેટફ્લિક્સની સ્ટ્રીમિંગ શક્ય બનશે નહી.

માનવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2010માં અને 2011માં બનેલી સેમસંગ સ્માર્ટ ટીવીમાં નેટફ્લિક્સ એપ કામ કરશે નહીં. આ ઉપરાંત રોકૂ કંપનીના મીડિયા પ્લેયર જેવા કે રોકૂ 200C, રોકૂ 2050X રોકૂ 2100X, રોકૂ એચડી, રોકૂ એસડી, રોકૂ એક્સડી અને રોકૂ એક્સઆરમાં નેટફ્લિક્સ એપ સપોર્ટ કરશે નહીં.

સેમસંગના આ સ્માર્ટ ટીવી મોડલ્સમાં ઇન બ્લિટ નેટફ્લિક્સ એપ કામ કરવાનું બંધ કરશે. પરંતુ એમેઝોન ફાયર ટીવી સ્ટીક, એપલ ટીવી, સોની પ્લેસ્ટેશન જેવા એક્સટર્નલ ડિવાઇસના ઉપયોગથી આ મોડલ્સમાં પણ નેટફ્લિક્સની મજા લઇ શકાશે.

જો તમે ટીવીને ઓન કરો છો અને તમને એક મેસેઝ દેખાય છે કે નેટફ્લિક્સ આ ડિવાઇસ ઉપર 1 ડિસેમ્બરથી ઉપલબ્ધ નહીં થાય. તો તમારે માની લેવાનું કે આ તારીખ પછી આ ડિવાઇસ ઉપર નેટફ્લિક્સ મૂવીઝ કે શોઝની મજા નહીં લઈ શકો. તાજેતરમાં એક સમાચાર આવ્યા છે કે, થોડા દિવસમાં WhatsApp ઉપર પણ નેટફ્લિક્સ જોઇ શકાશે. આ સમાચાર પ્રમાણે આઈઓએસના (IOS) બીટા વર્ઝન ઉપર આ પ્રકારના પ્રયોગો ચાલી રહ્યા છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો નેટફ્લિક્સ ઉપર વીડિયો પિક્ચર ઈન પિક્ચર મોડમાં દેખાશે.

Live Scores Powered by Cn24news