કોરોના અમદાવાદ : નવા 140 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,આંકડો 1000ને પાર થયો

0
12

અમદાવાદ. શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 140 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1002એ પહોંચ્યો છે. આજના જે નવા કેસો નોંધાયા છે તે નરોડા, જમાલપુર, રિલિપ રોડ, ત્રણ દરવાજા,મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર વિસ્તારોના છે.

બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેસો વધ્યા છે જેના કારણે જિલ્લામાં આવતા બોપલ વિસ્તારમાં કેસો ન વધે તેની તકેદારી નગરપાલિકા અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાથી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નગરપાલિકા દ્વારા મફત આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ફ્લેટ- સોસાયટીના ચેરમેન દ્વારા લેટરપેડ પર સોસાયટીના કેટલા લોકોને ઉકાળો અને દવાની જરૂરિયાત છે તેની વિગત લખી નગરપાલિકાના ચેરમેન જીગીષાબેન શાહને મોકલાવી શકે છે. ત્રણ દિવસ બાદ તેઓને ઉકાળો અને દવા પોહચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here