એરફોર્સ : નવા વાયુસેના પ્રમુખ ભદૌરિયાએ કહ્યું- પરમાણુ યુદ્ધ પર ઈમરાનના પોતાના વિચાર, અમે પડકાર માટે તૈયાર

0
0

નવી દિલ્હીઃ એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ વાયુસેનાની કમાન સંભાળી લીધી છે. એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સોમવારે (30 સપ્ટેમ્બર) તેમના કાર્યકાળના છેલ્લા દિવસે હવે વાયુસેનાની ડોર ભદૌરિયાના હાથમાં સોંપી દીધી છે. ​​​​​કાર્યભાર સંભાળતાની સાથે જ ભદૌરિયાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પરમાણુ યુદ્ધની ધમકી અંગે કહ્યું કે, અમે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ. પરમાણુ યુદ્ધ અંગે તેમના પોતાના વિચાર છે, પરંતુ અમારું વિશ્લેષણ તેમના કરતા અલગ છે.

નવા વાયુસેના અધ્યક્ષે કહ્યું કે, રાફેલમાં ઘણી ક્ષમતા છે. અમારી સૈન્ય ક્ષમતા માટે આ ગેમ ચેન્જર સાબિત થશે. તેમને સવાલ પુછવામાં આવ્યો કે, શું ભારત આજે બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક માટે તૈયાર છે? આ અંગે ભદૌરિયાએ કહ્યું કે, અમે ત્યારે પણ તૈયાર હતા, અને આજે પણ તૈયાર છીએ અને કાલે પણ તૈયાર રહીશું.એર વાઈસ ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના સૌથી શ્રેષ્ઠ પાયલટ્સમાંથી એક છે. તેમણે અત્યાર સુધી 26 પ્રકારના ફાઈટર અને પરિવહન વિમાનોને ઉડાવ્યા છે. જેમાં રાફેલ પણ સામેલ છે.

રાફેલ ડીલમાં ભદૌરિયાનું મહત્વનું યોગદાન
આરકેએસ ભદૌરિયા ફ્રાન્સ સાથે તાજેતરમાં યોજાયેલી 36 રાફેલ ફાઈટર પ્લેનની ખરીદીની ડીલમાં ટીમનો હિસ્સો હતા. તેઓ રાફેલ ખરીદ ટીમના ચેરમેન રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, વાયુસેનાના નવા ચીફ બનવાની જાહેરાત 19 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી.

અભ્યાસ અને એવોર્ડ્સ

  • ભદૌરિયાએ નેશનલ ડિફેન્સ એકેડમી પૂણેથી ટ્રેનિંગ લીધી છે. તેમણે બાંગ્લાદેશના કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તેમને જૂન 15માં વાયુસેનાના ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમને પ્રતિષ્ઠિત સ્વોર્ડ ઓફ ઓનર પુરસ્કારથી પણ સન્માનિત કરાઈ ચુક્યા છે.
  • ભદૌરિયાએ અત્યાર સુધી 26 પ્રકારના ફાઈટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાવવામાં મહારત હાંસિલ કરી છે. તેમણે 4250 કલાક સુધી ફાઈટર વિમાન અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડાડવાનો પણ અનુભવ છે. તેઓ રાફેલ ફાઈટર જેટ ઉડાડનારા વાયુસેનાના પહેલા પાયલટ છે.

કેટલા પુરસ્કાર હાંસિલ કર્યા?
એર માર્શલ ભદૌરિયાને પરમ વિશિષ્ઠ સેવા મંડળ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ(AVSM, વાયુ સેવા મેડલ(VM)અને એડીસીથી પણ સન્માનિત કરાયા છે. આ પહેલા તેઓ જેગુઆર સ્ક્વાડ્રન કમાંડ, પ્રીમિયર એર ફોર્સ સ્ટેશન, કમાંડિગ ઓફિસર ઓફ ફાઈટ ટેસ્ટ સ્ક્વાડ્રન સહિત ઘણી જવાબદારીઓને સંભાળી ચુક્યા છે.

કારકિર્દીની શરૂઆત
એર માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા ટ્રેનિંગ કમાંડના એર ઓફિસર કમાંડિંગ ઈન ચીફ પણ રહી ચુક્યા છે. વાયુસેનામાં તેમણે પોતાની કારકિર્દી 39 વર્ષ પહેલા વર્ષ 1980માં શરૂ કરી હતી. તેમણે 15 જૂન 1980માં વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન આપવામાં આવ્યું હતું

ભદૌરિયાની દીકરી સોનાલી પણ વાયુસેનામાં
રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનો જન્મ આગરા પાસેના કોરથ ગામમાં થયો હતો. ભદૌરિયાના પત્નીનું નામ આશા ભદૌરિયા છે. તેમને એક દીકરી અને એક દીકરો છે. ભદૌરિયાના દાદા શોબરન સિંહ બ્રિટિશ સેનામાં હતા. તે વિશ્વ યુદ્ધ 2માં પોતાની સેવા આપી ચુક્યા છે. તેમના પિતા સૂરજ પાલ સિંહ ભદૌરિયા વાયુસેનામાં માસ્ટર વોરન્ટ અધિકારી તરીકે સેવા આપી ચુક્યા છે. આટલું જ નહીં ભદૌરિયાની દીકરી સોનાલી ભદૌરિયા પણ વાયુસેનામાં પાયલટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here