Saturday, September 18, 2021
Homeનવો અવોર્ડ : સુપરસ્ટાર પ્રભાસ એશિયાનો ‘મોસ્ટ હેન્ડસમ મેન’ બન્યો
Array

નવો અવોર્ડ : સુપરસ્ટાર પ્રભાસ એશિયાનો ‘મોસ્ટ હેન્ડસમ મેન’ બન્યો

હાલમાં જ ટોપ ટેન ‘મોસ્ટ હેન્ડસમ એશિયન મેન 2021’નું લિસ્ટ જાહેર થયું છે. એમાં બાહુબલી એક્ટર પ્રભાસ લિસ્ટમાં પ્રથમ નંબરે રહી એશિયાના મોસ્ટ હેન્ડસમ મેનનો અવોર્ડ જીત્યો છે. પ્રભાસ ઉપરાંત શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ શોનો ટીવી એક્ટર વિવિયન ડિસેના અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પણ ટોપ 10 લિસ્ટમાં સામેલ છે.

ટોપ 10 મોસ્ટ હેન્ડસમ પુરુષો

  • પ્રભાસ-ભારત
  • ઇમરાન અબ્બાસ નક્કી-પાકિસ્તાન
  • જિન અકાનિશિ-જાપાન
  • કિમ હ્યુન જૂંગ-સાઉથ કોરિયા
  • ન્હાન પુક વૂન-વિયેતનામ
  • હોંગ જાઓમિંગ-ચીન
  • વિવિયન ડિસેના-ભારત
  • ફવાદ ખાન-પાકિસ્તાન
  • થાનવત વત્તાનુપુતિ-થાઈલેન્ડ
  • વલાક હ્યુ-તાઈવાન

સાઉથ એક્ટર પ્રભાસે તેની મેગાહિટ ફિલ્મ ‘બાહુબલી: ધ બિગનિંગ’(2015) અને ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’(2017)થી દુનિયાભરના દર્શકોને આકર્ષિત કર્યા હતા. એ પછી પ્રભાસે ભારતીય દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી લીધી. એક્ટર પાસે ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વની સાથોસાથ એક મેચો ચાર્મ છે, તે તેને મહિલા પ્રશંસકો વચ્ચે ઘણો ડિઝાઈરેબલ બનાવે છે. આ જ કારણે દર્શકો આતુરતાથી તેની અપકમિંગ ફિલ્મ ‘રાધે શ્યામ’ની રાહ જોઈ રહ્યા છે.

પ્રભાસ છેલ્લે એક્શન ફિલ્મ ‘સાહો’માં જોવા મળ્યો હતો. હાલમાં પ્રભાસ પાસે ત્રણ બિગ બજેટ ‘આદિપુરુષ’, ‘રાધેશ્યામ’ તથા નાગ અશ્વિનની સાયન્સ ફિક્શન ફિલ્મ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ત્રણેય ફિલ્મ હાલમાં અલગ-અલગ તબક્કામાં છે. આ ત્રણેય ફિલ્મનું બજેટ અંદાજે એક હજાર કરોડ રૂપિયા જેટલું છે.

‘રાધે શ્યામ’ રોમેન્ટિક ડ્રામાથી ભરપૂર
ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે છે. આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા છે. ફિલ્મને રાધા ક્રિષ્ના કુમાર ડિરેક્ટ કરે છે, જ્યારે UV ક્રિએશને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં પ્રભાસ હસ્તરેખા નિષ્ણાત વિક્રમાદિત્યના રોલમાં છે અને પૂજા હેગડે સંગીતની શિક્ષિકા બની છે. આ ફિલ્મ તમિળ, મલયાલમ તથા હિંદીમાં રિલીઝ થશે, જ્યારે સાઉથની અન્ય ભાષામાં ડબ કરવામાં આવશે.

એસ. એસ. રાજમૌલિની ફિલ્મ ‘બાહુબલી’ને કારણે પ્રભાસ માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ ભારત તથા વિદેશમાં પણ એટલો જ લોકપ્રિય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments