Friday, March 29, 2024
Homeકોરોના દેશમાં : મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા નવા કેસ, એક દિવસમાં 6...
Array

કોરોના દેશમાં : મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા નવા કેસ, એક દિવસમાં 6 હજારથી વધુ દર્દીઓ મળ્યાં : અહીં 20 દિવસમાં સૌથી વધુ કેસ.

- Advertisement -

મહારાષ્ટ્રમાં ફરી એક વખત સૌથી વધુ નવા કેસ પ્રકાશમાં આવવા લાગ્યા છે. ગુરુવારે અહીં 6406 દર્દીઓ મળ્યાં છે. આ 6 નવેમ્બર પછીના સૌથી વધુ કેસ છે. 4815 દર્દીઓ સાજા થયા અને 65 લોકોના મોત થયા છે. આ રીતે 1499 એક્ટિવ કેસ વધી ગયા છે. અહીં છેલ્લા 6 દિવસથી સતત એક્ટિવ કેસ વધી રહ્યાં છે. 17 સપ્ટેમ્બરે રાજ્યમાં સૌથી વધુ 3 લાખ 1 હજાર એક્ટિવ કેસ હતા. તે પછી તેમાં ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ છે. 20 નવેમ્બરે સૌથી ઓછા 78 હજાર 272 કેસ હતા. છેલ્લા છ દિવસમાં તેમાં ફરી વધારો નોંધાયો છે અને તે હવે 85 હજાર 963 પર પહોંચી ગયા છે.

બીજી તરફ દેશમાં ગુરુવારે કોરોનાના 43 હજાર 174 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 39 હજાર 723 દર્દીઓ સાજા થયા છે અને 491 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 93.09 લાખ કેસ પ્રકાશમાં આવ્યા છે. 87.17 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 1.35 લાખ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. કુલ 4.54 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો covid19india.orgમાંથી લેવામાં આવ્યો છે.

કોરોના અપડેટ્સ દિલ્હી હાઈકોર્ટે કહ્યું- દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ લગાડવો કે નહિ તે રાજ્ય સરકારે નક્કી કરવાનું છે. તેની પર વિચાર કરો કે સમગ્ર દિલ્હીમાં નાઈટ કર્ફ્યુની જરૂરિયાત છે કે કેટલાક ભાગમાં જ કર્ફ્યુની જરૂર છે. જોકે સરકારે જે પણ નિર્ણય કરવો હોય તે સમયનો બગાડીયા કર્યા વગર કરે.

દિલ્હીમાં હાલ સ્કુલ બંધ જ રહેશે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરવારે કહ્યું કે જ્યાં સધી સ્કુલોમાં સ્ટુડન્ટ્સની સુરક્ષાને લઈને ચિંતાઓ દૂર થતી નથી, ત્યાં સુધી સ્કુલોને ખોલવાની પરવાનગી નહિ આપવામાં આવે.

દિલ્હીમાં વેન્ટીલેટર વાળા માત્ર 250 ICU બેડ જ ખાલી છે. 60 હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા બચી નથી. ન્યુઝ એજન્સીએ દિલ્હી સરકારને ઓનલાઈન કોરોના ડેશબોર્ડના માધ્યમથી આ માહિતી આપી છે. જે હોસ્પિટલમાં જગ્યા નથી, તેમાં કેન્ટની બેઝ હોસ્પિટલ, ઉતરી રેલવે હોસ્પિટલ, સર ગંગારામ હોસ્પિટલ, બત્રા હોસ્પિટલ, VIMHANS અને ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ સામેલ છે. દિલ્હીમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં કોરોનાથી 2 હજાર 300 લોકોએ જીવ ગુમાવ્યો છે.

જયપુરમાં સૌથી મોટા કોવિડ સેન્ટર રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સમાં બુધવારે મોડી રાતે છ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. તેમના પરિવારના સભ્યોનો આરોપ છે કે ઓક્સિજન સપ્લાઈ રોકાવવાના કારણે આવું થયું છે. હોસ્પિટલના ડોક્યુમેન્ટ્સમાં પણ ત્રણ દર્દીઓના મોત લગભગ એક જ સમયે એટલે કે ત્રણ વાગ્યે થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. એવામાં આરોપને ફગાવી ન શકાય. જોકે હોસ્પિટલના કોવિડ ઈન્ચાર્જે આ વાતથી ઈન્કાર કર્યો છે.

5 રાજ્યોની સ્થિતિ

દિલ્હી : દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 5475 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ અહીં કુલ કેસનો આંકડો સાડા પાંચ લાખને વટાવી ગયો છે. અહીં અત્યાર સુધીમાં 5.51 લાખ કેસ થઈ ચૂક્યા છે. 5.03 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 881 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4937 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 91 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે.

મધ્યપ્રદેશ : રાજ્યમાં ગુરુવારે 1668 કેસ પ્રકાશમાં આવ્યા છે. 1199 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી દોઢ હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં અહીં 1.99 લાખ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1.82 લાખ દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3209 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 14 હજાર 199ની સારવાર ચાલી રહી છે.

ગુજરાત : અહીં ગુરુવારે કુલ 1560 કેસ પ્રકાશમાં આવ્યા હતા. જ્યારે 1302 લોકો સાજા થયા છે અને 16 વ્યક્તિઓના મોત થયા હતા. અહીં અત્યાર સુધીમાં 2.03 લાખ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1.85 લાખ કેસ સાજા થઈ ચૂક્યા છે અને 3922 મોત થયા છે. 14 હજાર 429 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન : રાજ્યમાં ગુરુવારે 3180 કેસ પ્રકાશમાં આવ્યા છે. 2179 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 19 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 2.56 લાખ કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 2.27 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 2237 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 27 હજાર 302 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર : અહીં છેલ્લા 24 કલાકમાં 6406 કોરોનાના દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. 4815 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 65 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં અત્યાર સુધીમાં 1.80 લાખ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જ્યારે 1.66 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે અને 46 હજાર 813 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે, 85 હજાર 963 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular