આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે નવીન સર્કીટહાઉસનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન ભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું 

0
0
આજ રોજ ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા નવીન બનેલ સર્કીટ હાઉસ નુ લોકાર્પણ કરવા ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન ભાઈ પટેલ આજ રોજ યાત્રા ધામ અંબાજી આવી પહોંચ્યા અંબાજી પહોંચ્યા બાદ સો પ્રથમ તેમણે અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જગત જનની મા અંબા ના દર્શન કરી અને પુજા અર્ચના કરી ત્યાર બાદ ભટજી મહારાજ ની ગાદી પર જઈ રક્ષાપોટલી બંધાઈ ત્યાર બાદ યાત્રા ધામ અંબાજી ખાતે નવીન  સર્કીટ હાઉસ નુ લોકાર્પણ શ્રી નીતીન ભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સર્કીટ હાઉસ ખાતે ભાજપ પાર્ટી ના કાર્યકતાઓ ની બેઠક પણ રાખવામાં આવી હતી.
ત્યાર બાદ આ નીતીન ભાઈ પટેલ જણાવ્યું હતું કે હાલ મા જે કોરોના વાયરસ નો કાળો કહેર ભારત પર યથાવત છે જેને ધ્યાને લઇ ભારત દેશ ના ઘણા ખરા તહેવાર સ્થગીત રાખવામાં આવ્યા છે તેમ આ વર્ષે ગાંધીનગર ના રૂપાલ ગામ માં ભરાતો પલ્લી નો મેળો પણ સ્થગીત રાખવામાં આવશે.
રિપોર્ટર : મહેશ સેનમા CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here