બ્રિટનમાં ઘણા નવા વિસ્તારોમાં ફેલાયો નવો કોરોના વાઇરસ, કડક લોકડાઉનમાં ઊજવાશે નાતાલ

0
22

બ્રિટનમાં કોરોના વાઈરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. એને કારણે વૈજ્ઞાનિકો અને દુનિયાના લોકોમાં ફરીથી ડર ફેલાઈ ગયો છે. બ્રિટને પણ આ નવા સ્ટ્રેનને કારણે નિયમો વધારે કડક કરી દીધા છે અને ઘણા વિસ્તારોમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. બ્રિટનના ઘણા નવા વિસ્તારોમાં કોરોના વાઈરસના નવા સ્વરૂપ સ્ટ્રેનના કેસ નોંધાયા છે. એને કારણે અહીં ઘણા વિસ્તારોમાં ટાયર-4 લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ વર્ષે બ્રિટનના લોકોને ક્રિસમસ ઘરમાં જ ઊજવવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.

બ્રિટનના સ્વાસ્થ્યમંત્રી મૈટ હેનકોકે ચેતવણી આપી છે કે લંડનમાં આગામી ઘણા મહિનાઓ સુધી લોકડાઉન ચાલી શકે છે, કારણ કે વેક્સિનેશન શરૂ ન થાય ત્યાં સુધી કોરોના વાઈરસને સંક્રમણને નિયંત્રણમાં રાખવું ખૂબ મુશ્કેલ છે. મૈટ હેનકોને કહ્યું છે કે ટિયર-4 વિસ્તારમાં રહેતા લોકોએ એ પ્રમાણે વર્તન કરવું જોઈએ, જાણે કોરોના વાઈરસ તેમની આજુબાજુમાં જ છે. આ જ માત્ર એક ઉકેલ છે જેનાથી આપણે કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખી શકીશું.

બ્રિટનમાં સ્થિતિ ખૂબ ગંભીર છે અને વાઈરસના આ નવા સ્વરૂપે એને વધારે મુશ્કેલ બનાવી દીધી છે. નોંધનીય છે કે બ્રિટનમાં ટિયર-4નો અર્થ થાય છે સૌથી કડક પ્રતિબંધ. બ્રિટનના અમુક વિસ્તારોને ટિયર-4 જાહેર કરવામાં આવ્યા છે.

બ્રિટનના જે વિસ્તારોમાં ટિયર-4નો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાંના લોકોએ તેમના ઘરમાં જ રહેવું, જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળું અને બીજા વિસ્તારના લોકોને ન મળવાનું કહેવામાં આવ્યું છે.

દક્ષિણ પશ્ચિમ, મિડલેન્ડ અને નોર્થ ઈંગ્લેન્ડમાં નવા કોરોના વાઈરસના કેસ સામે આવ્યા પછી બ્રિટનના મંત્રીઓ અને મેડિકલ એક્સપર્ટ્સની મીટિંગ થઈ હતી. આ દરેક વિસ્તારોમાં ટિયર-2 અને 3ના પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા જેને હવે સખત લોકડાઉનમાં પુનરાવર્તિત કરવામાં આવ્યા છે.

હાલ બ્રિટને લંડન અને દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડમાં સખત લોકડાઉન લાગુ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આખા લંડનમાં લોકડાઉન લગાવવામાં નહીં આવે, પરંતુ અમુક વિસ્તારોમાં પ્રતિબંધ વધારવામાં આવી શકે છે.

બર્મિંધમમાં ક્રિસમસ પહેલાં જ કડક લોકડાઉન (ટિયર-4) લાગુ કરવાની તૈયારી કરવામાં આવી છે. તેના કારણે લોકો ક્રિસમસની ઉજવણી કરવા એકબીજાને નહીં મળી શકે. જોકે બોરિસ જોહન્સન સરકારનો એ પ્રયત્ન છે કે લોકો ફેસ્ટિવલ બબ્લસ દ્વારા એકબીજાને મળે, પરંતુ મેડિકલ એક્સપર્ટ આ વિશે ચેતવણી આપી રહ્યા છે.

બીજી બાજુ, બ્રિટન પછી દુનિયાના અન્ય દેશોમાં નવા કોરોના વાઈરસના કેસ વધવાનું જોખમ વધી ગયું છે. અમેરિકાની મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થા સીડીસીએ કહ્યું છે કે અમેરિકામાં પહેલેથી જ કોરોનાનો નવો સ્ટ્રેન હોઈ શકે છે. સીડીસીનું કહેવું છે કે કોરોનાના 1 કરોડ 70 લાખ કેસમાં માત્ર 51 હજાર કેસમાં જીન સિક્વન્સી કરવામાં આવી છે અને તેથી જ શક્ય છે કે નવા કોરોના સ્ટ્રેન વિશે ખબર ન પડી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here