કોંગ્રેસ : ટૂંક સમયમાં શરૂ થશે વર્કિંગ કમિટીની બેઠક, નવા અધ્યક્ષની પસંદગી વિશે ચર્ચા થશે

0
14

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કિમીટી (સીડબ્લ્યૂસી)ની શનિવારે મહત્વની બેઠક થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં નવા પાર્ટી અધ્યક્ષ વિશેની ચર્ચા કરવામાં આવશે. અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિક સૌથી આગળ છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સૌથી પહેલાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મુલાકાત થશે. ત્યારપછી દરેક લોકો પાંચ-પાંચના ગ્રૂપમાં વહેંચાઈ જશે. આ દરમિયાન દરેક ગ્રૂપમાં નવા કોંગ્રેસ અધ્યક્ષ વિશે ચર્ચા કરવામાં આવશે. સૌથી પહેલાં રાજ્ય સ્તરના નેતાઓ સાથે મુલાકાત કરવામાં આવશે.

25 મેના રોજ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું
રાહુલ ગાંધી તરફથી પહેલાં જ કહેવામાં આવ્યું છે કે, અધ્યક્ષની પસંદગી કરવામાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. રાહુલે કહ્યું હતું કે, અધ્યક્ષ પસંદ કરવા માટે કોંગ્રેસને પ્રેશરમાં જોઈને સારુ લાગી રહ્યું છે. આ જ એક વાત છે જે પાર્ટીને સુધારવામાં સફળ રહેશે. રાહુલે લોકસભા ચૂંટણીના પરિણામ પછી 25 મેના રોજ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

પાર્ટી મહાસચિવ રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કરશે
સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે બેઠકમાં કોંગ્રેસ કમિટીના પ્રમુખ, વિભાગ પ્રમુખ, યૂનિટ પ્રમુખ સહિત અન્ય નેતા પણ હાજર રહેશે. પાર્ટી મહાસચિવને કહેવામાં આવ્યું છે કે, પ્રદેશ કોંગ્રેસ કિમટી, કોંગ્રેસ ધારાસભ્ય કમિટી, વિભાગ પ્રમુખ, યૂનિટ પ્રમુખથી અલગ અલગ આ મુદ્દા પર ચર્ચા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here