નવી દિલ્હી – અરૂણ જેટલીની તબિયત નાજુક, અમિત શાહ આજે બીજી વખત AIIMS જાય તેવી શક્યતા

0
21

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંદાજે 10 કલાકની અંદર બીજી વખત પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીને મળવા જાય તેવી શક્યતા છે. અમિત શાહ આજે ફરી એઇમ્સ હોસ્પિટલમાં અરુણ જેટલીને મળવા જાય તેવી સંભાવના છે. આ અગાઉ અમિત શાહ શુક્રવારે મોડી રાતે પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીના ખબર અંતર પુછવા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યાં હતા.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે મોડી રાતે પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની ખબર અંતર પુછવા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યાં હતા. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિતય છેલ્લા કેટલાંક દિવસથી નાજૂક છે. તેમને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યાં હતા. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એઇમ્સના ડોકટરો સાથે અરુણ જેટલીની તબિયતને લઇને વાતચીત કરી હતી.

અમિત શાહ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીની ખબર અંતર પૂછવા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે તે અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ એઇમ્સની મુલાકાત લીધી હતી. જયાં તેમણે અરૂણ જેટલીના ખબર અંતર પૂછ્યાં હતાં.