Tuesday, September 21, 2021
Homeનવી શોધ : પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ માઈક્રોચિપ બનાવી, તે વાઈરસને ઓળખશે
Array

નવી શોધ : પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ માઈક્રોચિપ બનાવી, તે વાઈરસને ઓળખશે

અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક, પેન્ટાગોનના વૈજ્ઞાનિકોએ એક એવી માઈક્રોચિપ અને ટેક્નિક વિકસિત કરી છે, જે તમારા શરીરમાં કોરોનાવાઈરસના લક્ષણને સરળતાથી ઓળખી કાઢશે અને બાદમાં વાઈરસને ફિલ્ટર દ્વારા લોહીમાંથી દૂર કરવામાં આવશે. આ નવી ટેક્નિકને ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA)એ વિકસિત કરી છે.

માઇક્રોચિપ ત્વચાની નીચે લગાવવામાં આવશે
તેને બનાવનારી ટીમના મુખ્ય મહામારી નિષ્ણાત રિટાયર્ડ કર્નલ ડૉ. મેટ હેપબર્નને એ દાવો પણ કર્યો કે, કોવિડ-19 છેલ્લી મહામારી હશે. હવે આપણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના જૈવિક અને રાસાયણિક હુમલાથી બચવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ડૉ. હેપબર્નના જણાવ્યા પ્રમાણે, માઈક્રોચિપ શરીરના કોઈપણ ભાગમાં ત્વચાની નીચે લગાવવામાં આવી શકે છે. તે શરીરમાં થતી દરેક પ્રકારની રાસાયણિક પ્રતિક્રિયા જણાવશે અને તેના દ્વારા મોકલેલા સંકેતો જણાવશ કે તમે કેટલા સમયમાં સંક્રમિત થવાના છો.

3થી 5 મિનિટમાં રિઝલ્ટ મળશે
ડૉ. હેપબર્ને ટિશ્યૂ જેવા જેલને બતાવતા જણાવ્યું કે, તે માઈક્રોચિપમાં રહેશે અને તેને એ રીતે બનાવવામાં આવી છે કે તે લોહીનું સતત પરીક્ષણ કરીને રિપોર્ટ આપશે. તમે જ્યાં પણ હોવ ત્યાં તમે તમારું લોહી ચકાસી શકો છો. તેનું રિઝલ્ટ પણ 3થી 5 મિનિટની અંદર તમને મળી જશે. તપાસ અને રિઝલ્ટ તરત મળી રહ્યા હોવાથી, વહેલી તકે સંક્રમણ ફેલાય તે પહેલા જ વાઈરસ જ્યાં છે, ત્યાં જ તેને નષ્ટ કરી શકાય છે.

પેન્ટાગોનના સહયોગી પેથોલોજી સંસ્થાએ મશીન બનાવ્યું
તેના માટે પેન્ટાગોનની એક સહયોગી પેથોલોજી સંસ્થાના સહયોગથી લોહીની તપાસ માટે ડાયાલીસીસ જેવું મશીન બનાવ્યું છે. તે લોહીમાંથી વાઈરસને સંપૂર્ણ રીતે દૂર કરે છે. ડૉ. હેપબર્નના જણાવ્યા પ્રમાણે, અમે એક સૈન્યકર્મી ‘પેશન્ટ -16’ પર તેનો પ્રયોગ કર્યો છે. આ મશીન દ્વારા તેના લોહીમાંથી વાઈરસને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યો અને હવે તે એકદમ સ્વસ્થ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ મશીનને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

યુદ્ધ જહાજના 1271 સંક્રમિત સૈનિકોના સહયોગથી રિસર્ચ આગળ વધ્યું
ડૉ. હેપબર્નના જણાવ્યા પ્રમાણે, હું અમેરિકનાના યુદ્ધ બેડા થિયોડર રૂઝવેલ્ટના સૈનિકોના સંઘર્ષથી પ્રભાવિત થયો હતો. આ જહાજના 1,271 સભ્યો એક સાથે કોરોના સંક્રમિત થયા હતા. તેના સહયોગથી જ ડૉ. કેવૉન મોઝાર્ડ કોરોનાવાઈરસની વેક્સિન બનાવવા માટે નજીક આવ્યા છે. તેમણે કહ્યું- ‘અમારી પાસે ઉપકરણ છે, ટેક્નોલોજી છે. હવે અમે વાઈરસને સંપૂર્ણ રીતે નષ્ટ કરીશું. ’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments