Saturday, September 18, 2021
Homeન્યૂ ફીચર : નોકિયાએ ભારતમાં તેનો નવો ફીચર ફોન 'નોકિયા 110 4G'...
Array

ન્યૂ ફીચર : નોકિયાએ ભારતમાં તેનો નવો ફીચર ફોન ‘નોકિયા 110 4G’ લોન્ચ

નોકિયાએ ભારતમાં તેનો નવો ફીચર ફોન ‘નોકિયા 110 4G’ લોન્ચ કર્યો છે. આ ફોન સ્લીક અને સ્ટાઈલિશ ડિઝાઈન લુક આપે છે. ફોન હાથમાંથી પડી ન જાય તેના માટે તેમાં ન્યૂ રાઉન્ડેડ ફિનિશિંગ મળે છે. ‘નોકિયા 110 4G’ ફોન HD વોઈસ કોલિંગ ઓફર કરે છે. આ ફોન 4G કનેક્ટિવિટી સાથે આવે છે. નોકિયા 110 4Gની બેટરી 13 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ ઓફર કરે છે. સાથે જ મ્યુઝિક લવર્સ 16 કલાક સુધી સોન્ગ્સ સાંભળી શકે છે અને 5 કલાકનું ટોક ટાઈમ પણ મળે છે.

નોકિયા 110 4Gની કિંમત
આ ફીચર ફોનની કિંમત 2799 રૂપિયા છે. તેનાં યલો, એક્વા અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનો સેલ આજથી શરૂ થશે. ફોનની ખરીદી nokia.com અને Amazon.in પરથી કરી શકાશે.

નોકિયા 110 4Gનાં સ્પેસિફિકેશન

  • આ ફોન 4G કનેક્ટિવિટી અને HD વોઈસ કોલિંગ સપોર્ટ સાથે આવે છે.
  • ફોનમાં 1.8 ઈંચની QVGA કલર ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 120X160 પિક્સલ છે.
  • આ ફીચર ફોન Unisoc T107 પ્રોસેસરથી સજ્જ છે. ફોન સિરીઝ 30+ OS પર રન કરે છે.
  • ફોનમાં 128MBની રેમ અને 48MPનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડથી ફોનનાં સ્ટોરેજને 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનમાં 0.8MPનો QVGA રિઅર કેમેરા છે.
  • નોકિયાના આ ફોનમાં રિમૂવેબલ 1,020 mAhની બેટરી છે. તે 13 દિવસનું સ્ટેન્ડબાય ટાઈમ આપે છે. ફોન 16 કલાકનું મ્યુઝિક પ્લેબેક અને 5 કલાકનું 4G ટોકટાઈમ આપે છે.
  • આ ફીચર ફોનમાં 3.5mmનો ઓડિયો જેક મળે છે. તે વાયર્ડ અને વાયરલેસ FM રેડિયો સપોર્ટ કરે છે. નોકિયાના આ ફીચર ફોનમાં થ્રી ઈન વન સ્પીકર અને MP3 પ્લેયર મળે છે.
  • ફોનમાં આઈકોનિક સ્નેક, બાઉન્સ ટચ, રિયલ રેસિંગ-2 જેવી ક્લાસિક ગેમ્સ મળે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments