વપરાશકર્તાઓ પોતાના ડેટાને સરળતાથી મેનેજ કરી શકે છે, તેના માટે Googleએ લોકેશન હિસ્ટ્રી અને એક્ટિવિટી ડેટા માટે ઓટો-ડિલીટ કંટ્રોલને રોલ આઉટ કરવાની જાહેરાત કરી છે. આ અપડેટ એન્ડ્રોઇડ અને iOS ઉપકરણ બંને પર ઉપલબ્ધ હશે. ઇન્ટરનેટ દિગ્ગજે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે લોકેશન હિસ્ટ્રી માટે ઓટો-ડિલીટ કંટ્રોલ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર રોલ આઉટ થવાનું આજથી શરૂ થઈ ગયું છે.
જેનાથી તમારા ડેટાને મેનેજ કરવું વધુ સરળ બનશે. આ સુવિધા એક ડેલપર કોન્ફ્રેન્સ દરમિયાન વપરાશકર્તાઓની ગુપ્તતા પર ભાર મુક્યા પછી શરૂ કરવામાં આવી છે. અહીં ગૂગલ અને એપલ જેવી ફર્મ્સે કહ્યું હતું કે તેઓ વપરાશકર્તાઓને તેમની અથવા ત્રીજા પક્ષની એપ્લિકેશન્સ સાથે ડેટા શેર કરવા માટે અને કંટ્રોલ આપવા માટે ટૂલ લાવશે.
ગૂગલ પર લોશન ટ્રેકિંગ, વેબ અને એપ એક્ટિવિટી હિસ્ટ્રી ત્યાં સુધી બની રહે છે જ્યાં સુધી વપરાશકર્તાઓ જાતે જ તેમને ડિફૉલ્ટ રૂપે કાઢી નાખતા નથી. એવો દાવો કર્યો છે કે નવા અપડેટથી વપરાશકર્તાઓના એક્સપિરીયન્સ, સર્ચ પર્સનલાઈઝેશન અને એડ ટારગેટિંગ વધુ સારું થશે. નવી સુવિધા સાથે, વપરાશકર્તાઓ હવે ત્રણ અથવા 18 મહિનાના સમયગાળામાં વસ્તુઓને કાઢી નાખવા માટે ટ્રેકિંગ પ્રાથમિકતાઓને નક્કી કરી શકે છે.