Friday, March 29, 2024
Homeન્યૂ ફ્લેવર : લખનઉના છપ્પન ભોગમાં મેંગો જલેબી બનાવવામાં આવી
Array

ન્યૂ ફ્લેવર : લખનઉના છપ્પન ભોગમાં મેંગો જલેબી બનાવવામાં આવી

- Advertisement -

દર વર્ષે ઉનાળાની સીઝન આવતાની સાથે જ કેરીમાંથી ઘણી બધી ડિશ ઘરે અને દુકાનમાં બનાવવામાં આવે છે. અત્યારે આવી જ એક ડિશ લખનઉની પ્રખ્યાત અને આઈકોનિક શોપ છપ્પન ભોગમાં બની રહી છે. અહીં દર વર્ષે એક જેવી કેરીની મીઠાઈ બનાવવાની જગ્યાએ આ વર્ષ મેંગો જલેબી બનાવવામાં આવી રહી છે. અગાઉ પણ ત્રણ દાયકા જૂની આ દુકાનમાં આવી ઘણી ડિશ બની છે જે ચર્ચામાં રહી છે. આ દુકાનમાં દુનિયાની સૌથી મોંઘી મીઠાઈ એક્ઝોટિકા બની હતી જેની કિંમત 50,000 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ દુકાનના ઓનર ક્ષિતિજ ગુપ્તાના અનુસાર, સોશિયલ મીડિયાના આ યુગમાં માર્કેટની કોમ્પિટિશનની વચ્ચે અમે કેરીની કેટલીક ડિફરન્ટ ડિશ બનાવવા વિશે વિચાર્યું. આમ પણ દર વર્ષે ફેસ્ટિવલ સિઝનમાં અમે કંઈક અલગ બનાવીએ છીએ. આ વિચારની સાથે આ વખતે મેંગો જલેબી બનાવી. તેને કેરીની છાલમાં રાખીને સર્વ કરવામાં આવે છે. જલેબી સર્વ કરવાની આ રીત કસ્ટમરને પણ પસંદ આવી રહી છે.

આ અગાઉ આ શોપમાં મેંગો ઘેવર, મેંગો બરફી અને મેંગો કુલ્ફી પણ બનાવવામાં આવી હતી અને તેની સાથે ઘણા એક્સપેરિમેન્ટપણ થયા. ક્ષિતિજે જણાવ્યું કે, મેંગો જલેબી બનાવતા સમયે સૌથી મોટી ચેલેન્જ તેલ, મેંદો, અને ચાસણીની વચ્ચે કેરીના ફ્લેવરને જાળવી રાખવાનો હતો. તેમને આ ડિશની સાથે એક મહિના સુધી પ્રયોગ કર્યો જેથી પહેલી વખતમાં જલેબી કસ્ટમરને પસંદ આવે. કેરીની જલેબી બનાવવા માટે સૌથી પહેલા તેની પ્યુરી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને જલેબીના બેટરમાં મિક્સ કરવામાં આવે છે. તેની મજા તે સમયે આવે છે જ્યારે તેને ગરમાગરમ સર્વ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular