અભિષેક બચ્ચને કરાવ્યો નવો હેરકટ : કોરોનાને હરાવ્યા પછી હવે બેક ટુ વર્ક

0
3

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન કોરોના વાયરસને માત આપીને તાજેતરમાં જ ઘરે પાછો ફર્યો છે. હવે અભિષેક ફરી એકવાર શૂટિંગ પર પહોંચ્યો છે. આ વાતની માહિતી તેણે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. આ અભિષેકના મેકઓવરની તસવીર છે, જેને તેણે પોતાના કામ પર પાછાં પહોંચતાં પહેલા કરાવ્યો છે. લોકડાઉનના સમયમાં એકટરના વાળ દ્યણાં વધી ગયા હતા, જેને હવે તેણે કપાવી દીધા છે.

મેકઓવરની આ તસવીર શેર કરતાં અભિષેક બચ્ચને કેપ્શનમાં લખ્યું, પહેલા અને પછી… ફરી પાછાં કામ પર અભિષેક બચ્ચનની આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેના બિફોર અને આફ્ટર આ લૂકની તસવીર સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ રહી છે. ફકત ચાહકો જ નહીં બોલીવુડ સેલેબ્સ સુધી બધાં કોમેન્ટ કરીને અભિષેકના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર પર હ્રિતિક રોશનથી લઈને અભિષેકની બહેન શ્વેતા બચ્ચન અને અનુપમ ખેર સુધી દ્યણાં લોકોએ કોમેન્ટ્સ કરીને લખ્યું છે, શું વાત છે. તો શ્વેતાએ લખ્યું છે કે, હવે મને બરાબર દેખાય છે કે તારા વાળ કપાયા છે. બિપાશા બાસુએ કોમેન્ટ કરતાં લખ્યું છે કે, સારો દેખાઇ રહ્યો છે અભિષેક બચ્ચન. તો અનુપમ ખેરએ મજાક કરતાં લખ્યું છે કે કાશ હું પણ બિફોર અને આફ્ટર ફોટો શેર કરી શકયો હોત. કોરોનાને માત આપ્યા પછી અભિષેક બચ્ચન પહેલીવાર બહાર નીકળ્યો છે. પોતાના મેકઓવર પહેલા બચ્ચન ડાયરેકટર જેપી દત્ત્।ાની દીકરી નિધિ દત્તાની સગાઇમાં પહોંચ્યો હતો. ક્રીમ કલરના કુર્તા-પાયજામામાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. જણાવવાનું કે અભિષેકની ડેબ્યૂ ફિલ્મ રિફ્યૂજી બનાવી હતી. આ ફિલ્મમાં તેની હિરોઇન કરીના કપૂર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here