ન્યૂ લોન્ચ : Ducatiની સ્પોર્ટ્સ બાઇક Panigale V4 ભારતમાં લોન્ચ

0
6

ડુકાટી ઇન્ડિયાએ સોમવારે માર્કેટમાં તેની સ્પોર્ટ બાઇક 2021 Panigale V4 બાઇક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Panigale V4 એ Panigale V2 કરતાં વધુ સારી સ્પોર્ટ્સ બાઇક છે, જે વર્ષ 2020માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. ન્યૂ જનરેશન Panigale V4 ઇન્ડિયન માર્કેટમાં બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. જ્યારે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ મોડેલ V4ની કિંમત 23.50 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. તેમજ, બાઇકના હાઈ વેરિઅન્ટ ‘S’ trimની કિંમત 28.40 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે.

Panigale V4માં ગયા વર્ષે થોડી અપડેટ્સ આપવામાં આવી હતી, તેમાં વિંગલેટ્સ, ચેસિસ અને સારા પર્ફોર્મન્સ માટે સસ્પેન્શન અપડેટ કરવામાં આવ્યું હતું. જો કે, બાઇકના 2020 મોડેલને કંપની દ્વારા ઓફિશિયલી લોન્ચ કરવામાં નહોતું આવ્યું. ગ્રાહકોની વિશેષ માગ પર આ બાઇકના થોડા યૂનિટ જ ભારત લાવવામાં આવ્યા હતા.

બાઇકમાં 103cc V4 એન્જિન આપવામાં આવ્યું

એન્જિન ડિટેલ્સ
ડુકાટી સ્પોર્ટ બાઇકનું નવું ફ્લેગશિપ મોડેલ BS6 કમ્પ્લાયન્ટ છે. બાઇકમાં 103cc V4 એન્જિન આપવામાં આવ્યું છે, જે 13,000rpm પર 214 bhp મેક્સિમમ પાવર અને 9,500rpm પર 124 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે.

ફીચર્સ
નવી Panigale V4 બાઇકમાં લેટેસ્ટ જનરેશનવાળી પ્રીડિક્ટિવ કન્ટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 6-એક્સિસ ઇનર્શિયલ મેઝરમેન્ટ યૂનિટ (IMU) સાથે લિંક્ડ છે. ડુકાટીની આ બાઇકમાં ડુકાટી વ્હીલ કન્ટ્રોલ, ડુકાટી પાવર લોન્ચ, ડુકાટી અપ/ડાઉન ક્વિકશિફ્ટર સાથે એન્જિન બ્રેક કન્ટ્રોલ, ABS કોર્નરિંગ, ડુકાટી ટ્રેક્શન કન્ટ્રોલ EVO 3 અને ડુકાઈ સ્લાઇડ કન્ટ્રોલ જેવાં ઇલેક્ટ્રોનિક ફીચર્સ આપવામાં આવ્યાં છે.

સ્ટાન્ડર્ડ અને S ટ્રિમ મોડેલમાં લગભગ એક જેવું જ એન્જિન અને ઇલેક્ટ્રોનિક ફીચર્સ મળશે

આ બાઇકના સ્ટાન્ડર્ડ અને S ટ્રિમ મોડેલમાં લગભગ એક જેવું જ એન્જિન અને ઇલેક્ટ્રોનિક ફીચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, તેનાં S ટ્રિમ મોડેલમાં ઇલેક્ટ્રોનિક કન્ટ્રોલ્ડ સસ્પેન્શનવ, ફોર્ગેટ એલ્યુમિનિયમ વ્હીલ્સ અને લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. S ટ્રિમનું વજન પણ તેનાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં ઓછું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here