Friday, March 29, 2024
Homeઑટોમોબાઈલન્યૂ લોન્ચ : કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં પ્રીમિયમ MPV કિઆ કાર્નિવલનું નેક્સ્ટ...

ન્યૂ લોન્ચ : કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં પ્રીમિયમ MPV કિઆ કાર્નિવલનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ કર્યું

- Advertisement -

 

કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં પ્રીમિયમ MPV કિઆ કાર્નિવલનું નેક્સ્ટ જનરેશન મોડેલ 2021 કિઆ કાર્નિવલ લોન્ચ કરી દીધું છે, જે કરન્ટ કાર્નિવલ કરતાં વધુ ફીચર્સથી સજ્જ છે. અત્યાર સુધી માર્કેટમાં થર્ડ જનરેશન કિઆ કાર્નિવલનું વેચાણ થતું હતું અને હવે ફોર્થ જનરેશન કિઆ કાર્નિવલ લોન્ચ કરી દેવામાં આવી છે. ભારતમાં આ કાર ટોયોટા ઇનોવા ક્રિસ્ટાને ટક્કર આપશે.

ટોપ વેરિઅન્ટની કિંમત 33.99 લાખ રૂપિયા
કિઆ કાર્નિવલ પ્રીમિયમ 7 સીટર વેરિઅન્ટ 24,95,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ, આ કારનાં 8 સીટર વર્ઝનની કિંમત 25,15,000 રૂપિયા છે. કિઆ કાર્નિવલ પ્રેસ્ટિજ 7 સીટર વેરિઅન્ટની કિંમત 29,49,000 રૂપિયા અને કિઆ કાર્નિવલ પ્રેસ્ટિજ 9 સીટર વેરિઅન્ટની કિંમત 29,95,000 રૂપિયા છે. લિમોઝિન ટ્રીમમાં કિઆ કાર્નિવલ લિમોઝિન 7 સીટર વેરિઅન્ટની કિંમત 31,99,000 રૂપિયા અને કિઆ કાર્નિવલ લિમોઝિન પ્લસ 7 સીટર વેરિઅન્ટની કિંમત 33,99,000 રૂપિયા રાખવામાં આવી છે.

લિમોઝિન ટ્રીમમાં કિઆ કાર્નિવલ લિમોઝિન 7 સીટર વેરિઅન્ટની કિંમત 31,99,000 રૂપિયા

કાર એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ
2021 કિઆ કાર્નિવલનાં લિમોઝિન વેરિઅન્ટને એકદમ નવો લુક આપવામાં આવ્યો છે. તેમજ, તેમાં એડવાન્સ ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યાં છે. આ કારમાં લેટેસ્ટ સીટ્સ સાથે OTA મેપ અપડેટ્સ, UVO સપોર્ટ, 10.1 ઇંચની રિઅર સીટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ, વાયરસ પ્રોટેક્શન સાથે સ્માર્ટ એર પ્યૂરિફાયર, હર્મન કાર્ડનના 8 પ્રીમિયમ સ્પીકરની સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 10 વે પાવર ડ્રાઇવર સીટ, ડ્રાઇવર સીટ વેન્ટિલેશન, પ્રીમિયમ વુડ ગાર્નિશ, ડ્યુઅલ રિઅર સીટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ, લેધર રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ અને ગિયર નોબ જેવાં ફીચર્સ મળશે.

OTA મેપ અપડેટ્સ, UVO સપોર્ટ, 10.1 ઇંચની રિઅર સીટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ જેવાં ફીચર્સ મળશે

એન્જિન ડિટેલ્સ
2021 કિઆ કાર્નિવલમાં 2.2 લિટરનું ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 200PS પાવર અને 440Nm ટોર્ક જનરેટ કરે છે. આ પ્રીમિયમ MPVમાં 18 ઇંચના ક્રિસ્ટલ કટ એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યાં છે. ભારતમાં અત્યાર સુધી કિઆ કાર્નિવલના 8,000 યૂનિટનું વેચાણ થઈ ચૂક્યું છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular