Saturday, September 18, 2021
Homeઑટોમોબાઈલન્યૂ લોન્ચ : મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં Maruti WagonR Xtra Edition લોન્ચ...

ન્યૂ લોન્ચ : મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં Maruti WagonR Xtra Edition લોન્ચ કરી

મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં તેની હેચબેક WagonRની સ્પેશિયલ એડિશન Maruti WagonR Xtra Edition લોન્ચ કરી છે. તેમાં એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યાં છે. Maruti WagonR Xtra એક જરૂરી એક્સેસરીઝ કીટ છે, જે ગ્રાહકો મારુતિ ડીલરશીપ પર જઇને ખરીદી શકશે અને તેમાં 5 એક્સટિરિયર અને 3 ઇન્ટિરિયર ફીચર્સ આપવામાં આવ્યાં છે. ફીચર્સની દૃષ્ટિએ આ સ્પેશિયલ એડિશન રેગ્યુલર વેગનઆરથી અલગ પડે છે.

કિંમત
મારુતિ વેગનઆર એક્સ્ટ્રા એડિશન ભારતમાં 5.13 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ દિલ્હી)ના ભાવે લોન્ચ કરવામાં આવી છે. તે વેગનઆર સ્ટાન્ડર્ડ VXi કરતાં 1,000 રૂપિયા વધુ મોંઘી છે અને વેગનઆર સ્ટાન્ડર્ડ VXi (O) વેરિઅન્ટ કરતાં 6,000 રૂપિયા સસ્તી છે. આવી સ્થિતિમાં, જો તમે વેગનઆર કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો હવે તમારી પાસે વેગનઆર એક્સ્ટ્રા એડિશનનો ઓપ્શન પણ છે, જે વધુ સારાં ફીચર્સથી સજ્જ છે.

સ્ટાન્ડર્ડ VXi કરતાં 1,000 રૂપિયા મોંઘી અને સ્ટાન્ડર્ડ VXi (O) વેરિઅન્ટ કરતાં 6,000 રૂપિયા સસ્તી

સ્ટાન્ડર્ડ VXi કરતાં 1,000 રૂપિયા મોંઘી અને સ્ટાન્ડર્ડ VXi (O) વેરિઅન્ટ કરતાં 6,000 રૂપિયા સસ્તી

ફીચર્સ
રેગ્યુલર વેગનઆર સાથે ફીચર્સની તુલના કરીએ તો વેગનઆર એક્સટ્રા એડિશનમાં રિઅર અને ફ્રંટ બંપર પ્રોટેક્ટર આપવામાં આવ્યાં છે. આ સાથે આ એડિશનમાં વ્હીલ આર્ક ક્લેડિંગ, સાઇડ સ્કર્ટ અને બોડી સાઇડ મોલ્ડિંગ્સ સાથે ફ્રંટ અને રિઅરમાં ક્રોમ ગાર્નિશ આપવામાં આવ્યું છે.

ઇન્ટિરિયર
મારુતિ વેગનઆર એક્સટ્રા એડિશનની કેબિનમાં કાર ચાર્જર એક્સટેન્ડર અને એર ઇન્ફ્લેટર તેમજ ટ્રંક ઓર્ગેનાઇઝર પણ આપવામાં આવ્યું છે. આ સાથે, પાવર અડજસ્ટેબલ વિંગ મિરર્સ, ડોર હેન્ડલ્સ, ટિલ્ટ અડજસ્ટેબલ સ્ટિયરિંગ, રિઅર અને ફ્રંટ પાવર વિન્ડોઝ અને ફોલ્ડિંગ રિઅર સીટ સહિત ઘણાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
આ એડિશનમાં 1.0 લિટર 3 સિલિન્ડર અને 1.2 લિટર 4 સિલિન્ડર K-Series પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 22.5 kmpl સુધીની એવરેજ આપી શકે છે. આ કાર 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT ગિયરબોક્સ સાથે આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments