ન્યૂ લોન્ચ : 4 અને 5 સીટર ઓપ્શનમાં Mercedes-Maybach GLS 600 લક્ઝરી કાર લોન્ચ થઈ

0
3

જર્મન ઓટોમોબાઇલ કંપની મર્સિડીઝ બેન્ઝે ઇન્ડિયન માર્કેટમાં તેની અલ્ટ્રા લક્ઝરી SUV મર્સિડીઝ-મેબેક GLS 600 4MATIC (Mercedes-Maybach GLS 600 4MATIC) લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ કારની પ્રારંભિક કિંમત 2.43 કરોડ રૂપિયા રાખી છે. મેબેક GLS 600 4મેટિક કંપનીની અલ્ટ્રા-પ્રીમિયમ મર્સિડીઝ-મેબેક રેન્જમાં ફર્સ્ટ SUV છે. મર્સિડીઝ મેબેક S-Class ઇન્ડિયન માર્કેટમાં રજૂ થનારું બીજું મેબેક મોડેલ છે.

Mercedes-Maybach GLS 600 4MATICનાં ફીચર્સ

  • GLS 600માં V8 3982ccનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 9-સ્પીડ ટ્રાન્સમિશન સાથે 542 bhp પાવર અને 730 Nm ટોર્ક જનરેટ કરે છે.
  • બીજી MayBachની જેમ જ આ કારમાં પણ ક્લાસી લુક માટે ક્રોમ રેડિયેટર ગ્રિલ અને બંપર માટે ટૂ એન્ડ ક્રોમ ગ્રિલ વગેરે જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે.
  • આ સુપર પ્રીમિયમ લક્ઝરી SUV ઇલેક્ટ્રોનિક પેનોરમિક સ્લાઇડિંગ અથવા ટિન્ટેડ સનરૂફ સાથે આવે છે. તેના ઇન્ટિરિયરને લાકડીથી સજાવવામાં આવ્યું છે, જેનાથી ગાડીની સેન્ટર પેનલ અને સ્ટિયરિંગને પ્રીમિયમ ટચ આપવામાં આવ્યો છે.
  • વેન્ટિલેટેડ મસાજિંગ સીટ્સ સાથે SUVમાં MBUX સિસ્ટમથી સજ્જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે તમારા ટ્રાવેલિંગને કમ્ફર્ટેબલ બનાવે છે.
  • કારમાં 12.3 ઇંચની મોટી ડિસ્પ્લે અને એમ્બિઅન્ટ લાઇટિંગ સિસ્ટમ જેવાં પ્રીમિમય ફીચર્સ આપવામાં આવ્યાં છે. મર્સિડીઝ બેન્ઝ મેબેક GLS 600 SUV 4 અને 5 સીટર ઓપ્શનમાં મળશે.
  • આ ગાડીમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે તેમાં એક શેમ્પેન ફ્રીઝ પણ આપવામાં આવ્યું છે. એક સેન્ટ્રલ કંસોલમાં શેમ્પેન બોટલને રેફ્રિજરેટ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ સાથે તેમાં તમે તમારા શેમ્પેન ગ્લાસ પણ મૂકી શકો છો.SUVમાં MBUX સિસ્ટમથી સજ્જ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

આ ગાડીઓ સાથે ટક્કર થશે
ઇન્ડિયન માર્કેટમાં Mercedes-Maybach GLS 600ની સીધી ટક્કર Bentley Bentayga, Rolls-Royce Cullinan અને Land Rover Range Rover Autobiography જેવી પ્રીમિયમ ગાડીઓ સાથે થશે.

ડાયમેન્શન
Mercedes-Maybach GLS 600 કારની લંબાઈ 5205mm, પહોળાઈ 2157mm અને ઉંચાઈ 1838mm છે. તેનું વ્હીલબેઝ 3135mm અને રિઅર લેગરૂમ 1103mm છે. આ પ્રીમિમય કારનું ગ્રાસ વજન 3250 કિલો છે.

કારની લંબાઈ 5205mm, પહોળાઈ 2157mm અને ઉંચાઈ 1838mm છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here