Wednesday, October 20, 2021
Homeઑટોમોબાઈલન્યૂ લોન્ચ : ઓફ-રોડ એડવેન્ચર SUV ફોર્સ ગુરખાની માર્કેટમાં એન્ટ્રી

ન્યૂ લોન્ચ : ઓફ-રોડ એડવેન્ચર SUV ફોર્સ ગુરખાની માર્કેટમાં એન્ટ્રી

 

ઇન્ડિયન માર્કેટમાં એક નવી MPVએ એન્ટ્રી કરી છે. ફોર્સ ગુરખાનું ઓફ-રોડ એડવેન્ચર લાઇફસ્ટાઇલ SUV મોડેલ લોન્ચ થઈ ગયું છે. ભારતના માર્કેટમાં આ કારની કિંમત 13.59 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કાર માર્કેટમાં મહિન્દ્રા થારને ટક્કર આપશે. તેની કિંમત 12.98 લાખ રૂપિયાથી 15.08 લાખ રૂપિયા વચ્ચે છે.

દશેરાથી શરૂ થશે ડિલિવરી
આ કારના લોન્ચિંગ બાદ તેની ડિલિવરી 15 ઓક્ટોબર એટલે કે દશેરાથી શરૂ થવા જઈ રહી છે. આ કારનું પ્રિ-બુકિંગ કરાવવા ગ્રાહકે 25,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપવાની રહેશે. આ કાર મોડ્યુલર આર્કિટેક્ટર પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. તેમજ, કારનું નવું મોડેલ જૂનાં મોડેલ કરતાં વધુ લાંબું છે. કારનાં AX 4-સીટર પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 12.78 લાખ રૂપિયા અને ટોપ-સ્પેક LX 4-સીટર ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 15.08 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

પ્રિ-બુકિંગ કરાવવા ગ્રાહકે 25,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપવાની રહેશે

ડાયમેન્શન
આ કાર ઇન્ડિયન માર્કેટમાં રેડ, ઓરેન્જ, વ્હાઇટ, ગ્રીન અને ગ્રે જેવા 5 કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. ન્યૂ જનરેશન ગુરખા 4,116mm લાંબી, 1,812mm પહોળી અને 2,075mm ઊંચી છે. કારનું વ્હીલબેઝ 2,400mm છે. જૂનાં મોડેલ કરતાં નવું મોડેલ 124mm વધુ લાંબુ, 22mm વધુ પહોળું અને 20mm વધુ ઊંચું છે. કારનું ટર્નિંગ રેડિયસ 5.65 મીટર છે.

2.6 લિટર મર્સિડીઝ કોમન રેલ, ડાયરેક્ટ ઇન્જેક્ટેડ ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ
ન્યૂ જનરેશન ફોર્સ ગુરખામાં 2.6 લિટર મર્સિડીઝ કોમન રેલ, ડાયરેક્ટ ઇન્જેક્ટેડ ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 91bhp પાવર અને 250Nm ટોર્ક જનરેટ કરે છે. આ પાવરટ્રેનને 5 સ્પીડ Mercedes G-28નાં ગિયરબોક્સ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. કારનાં BS6 કમ્પ્લાયન્ટ એન્જિનને Ad Blueની જરૂર નથી કારણ કે, નવાં એમિશન નોર્મ્સ પ્રમાણે આ Lean NOX ટ્રેપનો ઉપયોગ કરે છે.

ટ ગ્રિલમાં થોડો ફેરફાર કરીને તેને બોલ્ડ લુક આપવામાં આવ્યો છે

ફીચર્સ
આ કારમાં ફ્રંટ ગ્રિલમાં થોડો ફેરફાર કરીને તેને બોલ્ડ લુક આપવામાં આવ્યો છે. તેમાં bi-LED હેડલેમ્પ્સ, LED DRLs અને ફોગલેમ્પ આપવામાં આવ્યા છે. તેમજ, તેમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ પણ છે. તેમજ, તેમાં ટેલલાઇટનો નવો સેટ આપવામાં આવ્યો છે. આટલું જ નહીં, કારમાં રૂફ ઉપર લાગેલાં કેરિયરને અડજસ્ટ કરવા માટે એક સીડી પણ આપવામાં આવી છે. જેની પર ચઢીને સરળતાથી સામાન ઉતારી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments