Wednesday, September 22, 2021
Homeન્યૂ લોન્ચ : ડ્યુઅલ કલર ઓપ્શન સાથે રેનોએ ન્યૂ ટ્રાઇબર MY21 કાર...
Array

ન્યૂ લોન્ચ : ડ્યુઅલ કલર ઓપ્શન સાથે રેનોએ ન્યૂ ટ્રાઇબર MY21 કાર લોન્ચ

ટ્રાઇબરની સફળતાને ધ્યાનમાં રાખી રેનો ઇન્ડિયાએ બ્રાંડ ન્યૂ રેનો ટ્રાઇબર MY21 કાર લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક કિંમત 5.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. અગાઉ ઓગસ્ટ 2019માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી ટ્રાઇબરનું આ અલ્ટ્રા મોડ્યુલર વર્ઝન છે. રેનો ટ્રાઇબરે 4 મીટર કરતાં નાની હોય એવી કાર શોધી રહેલા ગ્રાહકો માટે બેસ્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે.

કાર ડ્યુઅલ ટોનથી સજ્જ
નવાં ફીચર્સ સાથે ઓલ-ન્યી ટ્રાઇબર MY21 નવીનતા અને આધુનિકતાની દૃષ્ટિએ એક શ્રેષ્ઠ પ્રોડક્ટ છે. આ કારમાં હવે સ્ટિયરિંગ વ્હીલ માઉન્ટેડ ઓડિયો અને ફોન કન્ટ્રોલ્સ સાથે ડ્રાઇવર સીટ હાઇટ અડજસ્ટ સુવિધા મળશે. નવી ટ્રાઇબરમાં દરેક કલરના ઓપ્શનમાં ડ્યુઅલ ટોન એક્સટિરિયર, એક નવો બોડી કલર સીડર બ્રાઉન જોવા મળશે. તેમજ, આ સાથે ORVMમાં LED ટર્ન ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે.

કારની પ્રારંભિક કિંમત 5.30 લાખ રૂપિયા
કારની પ્રારંભિક કિંમત 5.30 લાખ રૂપિયા

વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટ રેનો ટ્રાઇબર MT રેનો ટ્રાઇબર AMT
રેનો ટ્રાઇબર RXE 5.30 લાખ રૂપિયા
રેનો ટ્રાઇબર RXL 5.99 લાખ રૂપિયા 6.50 લાખ રૂપિયા
રેનો ટ્રાઇબર RXT 6.55 લાખ રૂપિયા 7.05 લાખ રૂપિયા
રેનો ટ્રાઇબર RXZ 7.15 લાખ રૂપિયા 7.65 લાખ રૂપિયા
કારમાં 625 લિટરની બૂટ સ્પેસ મળશે
કારમાં 625 લિટરની બૂટ સ્પેસ મળશે

ન્યૂ ટ્રાઇબરમાં બૂટ સ્પેસ વધારે
રેનો ટ્રાઇબરમાં બધી રોમાં બેસવા માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે. તેમજ, આ કારમાં 625 લિટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે, જે 5 સીટર કન્ફિગ્રેશનવાળા સેગમેન્ટમાં સૌથી મોટી બૂટ સ્પેસ છે. આ ઉપરાંત, કારમાં સેફ્ટી ફીચર તરીકે પહેલીવાર 4 એરબેગ્સ આપવામાં આવી છે.

નવી ટ્રાઇબરનું બુકિંગ આ રીતે કરો
રેનો ટ્રાઇબર MY21ને બુક કરાવવા https://renault.co.in પર જાઓ અથવા માય રેનો એપ્લિકેશનથી ઓનલાઇ બુકિંગ કરાવી શકાય છે. તેમજ, રેનોની ઓથોરાઇઝ્ડ ડીલરશિપ પર 11,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપીને પણ આ કાર બુક કરાવી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments