Tuesday, January 18, 2022
Homeન્યૂ લોન્ચ : સેમસંગે ગેલેક્સી બુક સિરીઝના લેપટોપ લોન્ચ કર્યાં
Array

ન્યૂ લોન્ચ : સેમસંગે ગેલેક્સી બુક સિરીઝના લેપટોપ લોન્ચ કર્યાં

સેમસંગે Galaxy Unpacked વર્ચ્યુઅલ ઈવેન્ટમાં 2 લેપટોપ લોન્ચ કર્યાં છે. આ લેપટોપમાં ગેલેક્સી બુક સિરીઝ લોન્ચ થઈ છે. સેમસંગે તેને પોતાના સૌથી લાઈટ લેપટોપ ગણાવ્યા છે. બુક પ્રો સિરીઝમાં કંપનીએ માઈક્રોસોફ્ટ સાથે પાર્ટરનશિપ કરી છે. ગેલેક્સી બુક પ્રો સિરીઝના બંને લેપટોપ્સ 11th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસર Intel Iris X (i7 and i5) અથવા Intel UHD (i3)ગ્રાફિક્સ સાથે આવે છે. બુક પ્રો અને બુક પ્રો 360ના 13.3 ઈંચ અને 15 ઈંચનાં વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

કિંમત
બુક પ્રોના બેઝિક વેરિઅન્ટની કિંમત $999 (આશરે 74,400 રૂપિયા) અને ગેલેક્સી બુક પ્રો 360નાં બેઝિક વેરિઅન્ટની કિંમત $1,199 (આશરે 89,300) છે. અમેરિકામાં લેપટોપનું પ્રી બુકિંગ શરૂ થયું છે. જોકે કંપનીએ તેનાં ઈન્ડિયા લોન્ચ વિશે કોઈ માહિતી આપી નથી.

સેમસંગ ગેલેક્સી બુક પ્રોનાં બેઝિક સ્પેસિફિકેશન

  • બુક પ્રોનાં 15 ઈંચ અને 13.3 ઈંચ સ્ક્રીન વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેમાં AMOLED ડિસ્પ્લે મળે છે.
  • લેપટોપ 11th જનરેશન ઈન્ટેલ કોર i7 પ્રોસેસરથી સજ્જ છે.
  • કનેક્ટિવિટી માટે લેપટોપમાં વાઈફાઈ 6, બ્લુટૂથ 5, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન છે. લેપટોપના LTE વેરિઅન્ટમાં નેનો સિમ કાર્ડ સ્લોટ પણ મળે છે. સિક્યોરિટી માટે તેમાં ફિંગરપ્રિન્ટ રીડર પણ મળે છે.
  • બુક પ્રો 13 લેપટોપનું વજન 0.88 કિલોગ્રામ અને બુક પ્રો 15નું વજન 1.05 કિલોગ્રામ છે.

સેમસંગ ગેલેક્સી બુક પ્રો 360

  • આ લેપટોપનાં પણ 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. બંનેમાં ફરક માત્ર સ્ક્રીન સાઈઝનો છે. એક વેરિઅન્ટમાં 13.3 ઈંચની અને બીજા વેરિઅન્ટમાં 15 ઈંચની સુપર AMOLED ડિસ્પ્લે મળે છે. પ્રો 360 મોડેલ્સ ટચસ્ક્રીન ડિસ્પ્લે સપોર્ટ કરે છે. લેપટોપ 11th જનરેશન ઈન્ટેલ કોર i7 પ્રોસેસરથી સજ્જ છે. તે આઈરિસ Xe ગ્રાફિક્સ કાર્ડ સાથે આવે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ 6, બ્લુટૂથ 5, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mm ઓડિયો જેક મળશે.
  • તેમાં 5G કનેક્ટિવિટી સાથે નેનો સિમ કાર્ડ સ્લોટ પણ મળે છે.
  • આ લેપટોપ 65 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • 13 ઈંચના લેપટોપનું વજન 1.04 ગ્રામ અને 15 ઈંચનાં લેપટોપનું વજન 1.3 કિલોગ્રામ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular