( ડેસ્ક. રવિ કાયસ્થ ) ડુકાતીએ ભારતમાં નવી બાઇક Multistrada 1260 Enduro લોન્ચ કરી છે. આ બાઇક બે કલર ઓપ્શન ડુકાટી રેડ અને સેન્ડમાં ઉપલબ્ધ છે. તેની કિંમત અનુક્રમે 19.99 લાખ અને 20.23 લાખ રૂપિયા છે. આ નવી બાઇક કંપનીની એડવેન્ચર ટૂરિંગ મોટરસાઇકલ Multistrada 1260નું ઓફ-રોડ વર્ઝન છે.
ડુકાટી મલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડિયૂરોમાં ટ્વિન હેડલાઇટ્સ, વિન્ડ સ્ક્રીન અને ડુકાટી મલ્ટિમીડિયા સિસ્ટમ સાથે 5 ઈંચની TFT (થિન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર) ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે બ્લુટૂથનાં માધ્યમથી બાઇક રાઇડર પોતાના સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. બાઇકમાં સ્ટેપ્ડ સીટ અને સિંગલ સાઇડ માઉન્ટેડ એક્ઝોસ્ટ છે. ડુકાટીની આ ઓફ-રોડ એડવેન્ચર બાઇકનાં ફ્રંટમાં 19 ઈંચ અને રીઅરમાં 17 ઈંચનાં વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.
પાવર
મલ્ટીસ્ટ્રાડા 1260 એન્ડ્યૂરોમાં 1,262cc ટ્વિન સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 156 bhp પાવર અને 128 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સ્લિપર ક્લચ માધ્યમથી 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકના આગળના ભાગમાં ટ્વિન 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 265 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
ફીચર્સ
ડુકાટીની આ નવી બાઇક 6 એક્સિસ બોશ IMU (ઈનર્શિઅલ મેઝરમેન્ટ યૂનિટ)થી સજ્જ છે, જે બોશ ABS કોર્નરિંગ કન્ટ્રોલ કરે છે. તેમાં રાઇડિંગ મોડ્સ, ક્રુઝ કન્ટ્રો, ડુકાટી કોર્નરિંગ લાઇટ્સ, ડુકાટી વીલી કન્ટ્રોલ, 8 સેટિંગ્સ સાથે ટ્રેક્શન કન્ટ્રોલ, વીઇકલ હોલ્ડ કન્ટ્રોલ અને સેમી-એક્ટિવ ડુકાટી સ્કાઈહુક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. માર્કેટમાં આ બાઇકની ટક્કર BMW R 1250 GS એડવેન્ચર અને ટાઇગર 1200 XCx સાથે થશે.