- Advertisement -
- આ એક વૉટર રેજિસ્ટન્ટ સ્માર્ટવૉચ છે, તેનો 30 મીટર સુધી પાણીમાં ઉપયોગ કરી શકાય
- સ્માર્ટવૉચનું વેચાણ 15 જુલાઈથી શરૂ થશે, ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકાશે
- ગેજેટ ડેસ્ક. શાઓમીની સબબ્રાન્ડ હુઆમીએ ચેની લેટેસ્ટ સ્માર્ટવૉચ અમેઝફિટ બિપ લાઈટ ભારતમાં લોન્ચ કરી છે. તેપી પ્રારંભિક કિંમત રૂપિયા 3999 છે. કંપનીનું કહેવું છે કે, આ વૉચ સિંગલ ચાર્જિંગમાં 45 દિવસનું બેટરી બેકઅપ આપે છે. આ ઓપ્ટિકલ પીપીજી હાર્ટ રેટ સેન્સર સાથે સાયકલિંગ, રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ ટ્રેક કરે છે. આ સ્માર્ટવૉચનું વેચાણ 15 જુલાઈથી ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન તથા કંપનીની ઓફિસિઅલ વેબસાઈટ પરથી શરૂ થશે.
- આ સ્માર્ટવૉચ રિયલ ટાઈમ નોટિફિકેશન આપશે. તેમં હંમેશાં ઓન રહેતી 1.28 ઈંચની ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટવૉચ રોજ યુઝરની તમામ ગતિવિધીની જાણકારી રાખશે.
- આ વૉચ મલ્ટી-સ્પોર્ટ ટ્રેકિંગ ફીચરથી સજ્જ છે. જે ખાસ કરીને યુઝરની ચાર કાર્ડિયો એક્ટિવિટીની માહિતી રાખે છે જેમાં સાઈક્લિંગ અને રનિંગનો સમાવેશ થાય છે.
- હુઆમીની આ લેટેસ્ટ સ્માર્ટવૉચમાં ઓપ્ટિકલ પીપીજી સેન્સર આપ્યું છે જે યુઝરનાં હાર્ટ રેટનું પણ મોનિટર કરે છે. તેના સિવાય આ વૉચમાં થ્રી-એક્સીલેરોમીટર, બેરોમીટર અને કંપાસ જેવા સેન્સર પણ આપેલા છે.
- આ સ્માર્ટવૉચમાં ફિટનેસ સેન્ટ્રિક ફીચર તે છે જ સાથે ફોનથી કનેક્ટ કરવા પર આ મેસેજ અને વોઈસ કૉલનાં નોટિફિકેશન પણ આપશે.
- 30 ગ્રામ વજનની આ સ્માર્ટ વૉચ પહેરીને સ્વિમિંગ પણ કરી શકાશે. આ વૉચ વોટર રેજિસ્ટેન્ટ છે અને તેનો 30 મીટર ઊંડા પાણીમાં પણ ઉપયોક કરી શકાશે.
- કંપનીના જૂના વર્ઝન અમેઝફિટ બિપની માફક અમેઝ ફિટ બિપ લાઈટ પણ એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકાશે.
- ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર તેનું વેચાણ 15 જુલાઈથી શરૂ થશે. તેની કિંમત 3999 રૂપિયા રાખી છે. ગત વર્ષે કંપનીએ અમેઝફિટ બિપ લોન્ચ કરી હતી જે 5499 રૂપિયામાં ઉપલબ્ધ છે.