Friday, March 29, 2024
HomeNew Maruti Suzuki WagonRને માત્ર 11000 રૂપિયામાં કરો બુક, જાણો ફિચર્સ તથા...
Array

New Maruti Suzuki WagonRને માત્ર 11000 રૂપિયામાં કરો બુક, જાણો ફિચર્સ તથા કિંમત

- Advertisement -

WagonR નું બુકિંગ શરૂ થઇ ગયુ છે. નવી WagonRને મારૂતિ સુઝૂકીની ડિલરશિપ અથવા તો કંપનીની ઑફિશ્યલ વેબસાઇટ પરથી બુક કરાવી શકાય છે. નેકસ્ટ જનરેશન Maruti Suzuki WagonRની બુકિંગ કિમંત 11000 રૂપિયા રાખવામાં આવી છે. Maruti Suzukiએ New WagonRની ટિઝર વીડિયો જારી કરીને આ અંગેની જાણકારી આપી છે.

New WagonR આગામી 23 જાન્યુઆરીના લોન્ચ થશે. આ સ્વિફ્ટ, ઇગ્રિસ, બેલેનો અને નવી અર્ટિગાની જેમ સુઝુકીને હાર્ટેકટ પ્લેટફોર્મ પર આધારિત છે. તેના કારણે હાલની કારની સરખામણીમાં New WagonR કારનું વજન 50-56 કિલો જેટલુ વધારે છે. તેમજ New WagonR હાલની કાર કરતા થોડી વધારે સ્પેશિયલ  અને મોટી છે. તેનો વ્હિલ બેઝ 35mm વધારે અને પહોળાઈ 125mm વધારે છે. તેમજ કંફર્ટ અને લેટેસ્ટ ફિચર્સના મામલામાં ઘણી આગળ છે.

New WagonR બે એન્જિન ઓપ્શનમાં આવશે. જેમાં એક સ્વિફ્ટવાળુ 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન હશે. જે 83 hp નો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. બીજુ વર્તમાન મોડલવાળું 1.0 લિટર એન્જિન હશે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ગિયરમાં ઉપલબ્ધ હશે.

New WagonRના તમામ વેરિયન્ટમાં ડ્રાઇવ સાઇડ એરબેગ, EBD સાથે ABS અને રિયર પાર્કિંગ સેન્સર સ્ટાન્ડર્ડ મળશે. ટોપ વેરિયન્ટમાં પેસેન્જર સાઇડ એરબેગ્સ, ઇલેક્ટ્રિક એડ્જેસ્બેલ આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર અને એન્ડ્રોઇડ ઓટો તથા Apple કારપ્લેની સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે.

New WagonR સાત વેરિયન્ટમાં બજારમાં લોન્ચ થશે. જેમાં 3 વેરિયન્ટ 1.0 લીટર એન્જિન અને ચાર વેરિયંટ 1.2 લીટર એન્જિન સાથે હશે. . જેને મારુતિની અરીના ડિલરશિપ સાથે વેચવામાં આવશે. જેની કિંમત 4.5 લાખથી 5.5 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કારની ટક્કર નવી સેન્ટ્રો, ટાટા ટિયાગો અને ડેટસન ગો જોવી કાર સાથે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular