નવો પોસ્ટપેડ પ્લાન : નવા યુઝર્સને પ્લાનની સાથે ઇન્ટરનેટ બોક્સ એટલે કે રાઉટર ફ્રી મળશે

0
0

રિલાયન્સ જિયો ફાઈબરે યુઝર્સ માટે એક સાથે ઘણા નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ 399 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતથી શરુ થાય છે. નવા પ્લાન્સ લોન્ચ કરવાની સાથે કંપનીએ જાહેરાત કરી છે કે, દરેક નવા યુઝર્સને પ્લાનની સાથે ઇન્ટરનેટ બોક્સ એટલે કે રાઉટર ફ્રી મળશે. કસ્ટમરને ઇન્સ્ટોલેશન ફી પણ આપવાની નહીં રહે.

આ ઓફરથી 1500 રૂપિયા સુધીની બચત થશે. ફ્રી ઇન્ટરનેટ બોક્સ અને ફ્રી ઇન્સ્ટોલેશનનો ફાયદો 6 મહિનાનો વેલિડિટી પ્લાન ખરીદશે તેમને પણ મળશે. દરેક પ્લાન્સ 17 જૂનથી લાગુ થશે.

અપલોડ અને ડાઉનલોડ સ્પીડમાં કોઈ અંતર નહીં રહે
રિલાયન્સ જિયોના નવા પોસ્ટપેડ પ્લાનમાં અપલોડ અને ડાઉનલોડ સ્પીડ એક જેવી જ મળશે. 399 રૂપિયાનાં પ્લાનમાં 30 Mbps, 699 રૂપિયાના પ્લાનમાં 100Mbps, 999 રૂપિયાના પ્લાનમાં 150Mbps અને 1499 રૂપિયાના પ્લાનમાં 300Mbpsની અપલોડ અને ડાઉનલોડ સ્પીડ યુઝર્સને મળશે. આ ઉપરાંત 1GB/ સેકન્ડ સુધી પ્લાન જિયોફાઈબર પર મળતા રહેશે.

499વાળા પ્લાનમાં OTT એપ્સ પણ સામેલ હશે
રિલાયન્સ જિયોના 999 રૂપિયાના પોસ્ટપેડ જિયો ફાઈબર કનેક્શનની સાથે ગ્રાહકોને ફ્રી OTT એપ્સનો પણ ફાયદો મળશે. એમેઝોન પ્રાઈમ. ડિઝની હોટસ્ટાર, સોની લિવ, ઝી5, વૂટ જેવી 14 પોપ્યુલર OTT એપ્સ મળશે.

1499ના પ્લાનમાં નેટફ્લિક્સ સહિત 15 OTT એપ્સ સામેલ હશે. આ એપ્સની માર્કેટ વેલ્યુ 999 રૂપિયા છે. OTT એપ્સ ગમે ત્યારે યુઝર્સ જોઈ શકશે. આ માટે 1000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ લઈને કંપની ગ્રાહકોને એક 4K સેટ ટોપ બોક્સ ફ્રીમાં આપશે.

સિક્યોરિટી જમા નહીં કરાવવી પડે
તેમાં ઇન્ટરનેટ બોક્સ અને તે લગાવવા માટે કોઈ પણ સિક્યોરિટી જમા નહીં કરાવવી પડે. તેનાથી યુઝર્સને 1500 રૂપિયામાં ઓટો પે સર્વિસ આપવામાં આવશે. તેમાં ઓટોમેટિક રીચાર્જ થઈ જશે. કંપનીએ નવા યુઝર્સ માટે કોઈ પણ શરત વગર 30 દિવસ ફ્રી ટ્રાયલ ઓફરની જાહેરાત પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here